રાષ્ટ્રીય

લખનઉના અમૌસી એરપોર્ટ રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાનો ગંભીર મામલો સામે આવ્યો

લખનઉના કાર્ગો એરિયામાં રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થતા એલિમેન્ટ મળી આવતા હડકંપ રેડિયોએક્ટિવ મટિરિયલ ગેસ લીક થવાથી ૨ કર્મચારી બેભાન થઈ ગયા ઉત્તર પ્રદેશના લખનઉ થી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમૌસી) એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થતા જ એરપોર્ટ પર સુરક્ષા એલાર્મ વાગવા લાગ્યું. લખનઉના કાર્ગો એરિયામાં આ એલિમેન્ટ મળી આવતા હડકંપ મચી ગયો. કાર્ગો એરિયાને ખાલી કરાવવામાં આવ્યું છે. એરપોર્ટના ટર્મિનલ-૩ પર દ્ગડ્ઢઇહ્લ અને ઝ્રૈંજીહ્લ ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

૧.૫ કિમીનો એરિયા ખાલી કરાવાયો છે. લોકોની એન્ટ્રી બંધ કરી દેવાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ અમૌસી એરપોર્ટ પર શનિવારે એક વિમાન લખનઉથી ગુવાહાટી જતું હતું. એરપોર્ટના ટર્મિનલ ૩ પર સ્કેનિંગ દરમિયાન મશીનમાં બીપ થયું. જેમાં જાણવા મળ્યું કે કેન્સરની દવાઓ લાકડીના બોક્સમાં હતી. જેમાં રેડિયો એક્ટિવ એલિમેન્ટનો ઉપયોગ થાય છે. આ દરમિયાન રેડિયો એક્ટિવ મટિરિયલ લીક થયું. ગેસ લીક થવાની સૂચના મળતા જ એરપોર્ટ અધિકારીઓએ મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કરી દીધુ. અત્રે જણાવવાનું કે મેડિકલમાં ઉપયોગ માટે ફ્લોરીન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. એરપોર્ટનો લગભગ ૧.૫ કિમીનો એરિયા ખાલી કરાવાયો છે.

મુસાફરોને દૂર રહેવાની સૂચના અપાઈ છે. એરપોર્ટ પ્રસાશનના જણાવ્યાં મુજબ પેનિક જેવી સ્થિતિ નથી. એરપોર્ટ પ્રવક્તાએ કેન્સરની દવામાંથી આ રેડિયોએક્ટિવ લીક થયું હોવાની પુષ્ટિ કરી છે. બે કર્મચારીઓ પણ બેહોશ થયા છે. આ રેડિયોએક્ટિવ દેખાતું નથી પરંતુ ખુબ ખતરનાક હોય છે. લખનઉ એરપોર્ટ પ્રવક્તાએ જણાવ્યું હતું કે સવારે ૧૦ વાગે કાર્ગો એરિયામાં સિક્યુરિટી એલાર્મ વાગ્યું હતું. ફ્લોરીન ગેસ લીક થવાની વાત સામે આવી હતી. ફ્લોરીન એક રેડિયોએક્ટિવ ગેસ છે. ગેસ લીક થવાથી બે કર્મચારીઓ બેહોશ થવાના પણ અહેવાલો આવ્યા. જાે કે હવે અધિકારીઓનું કહેવું છે કે ગેસ લીકેજને રોકી દેવાયું છે.

Related Posts