કચ્છના લખપત તાલુકાના ઘડુલી ગામે રહેતી ૨૧ વર્ષીય અપરિણીત યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે ચકચાર સાથે ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. ૨૧ વર્ષીય પરમાર હિનાબેન સુરેશભાઈ લૉન્ચાએ પોતાના ઘરમાં રૂમનો દરવાજાે અંદરથી બંધ કરીને મકાનની આડીમાં દુપટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. હતભાગી મોડે સુધી જાગી હતી બાદમાં પોતાની બહેનને વાંચવા માટે રૂમમાં જવાનું કહી અંદરથી દરવાજાે બંધ કરી નાખ્યો હતો અને સવારે સુધી રૂમનો દરવાજાે ખોલવામાં ન આવતા પોતાની બહેન હજીય કેમ ઉઠી નથી ? તે જાેવા બહેને રૂમનો દરવાજાે ખટખટાવ્યો હતો પણ ન ખુલતા શંકા ગઈ હતી.
જેથી આસપાસના લોકોને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને દરવાજાે ખોલતા હિનાની લટકતી લાશ મળી આવી હતી. જેથી સારવાર માટે દયાપર સીએચસીમાં લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.આપઘાત પાછળ કોઈ કારણ સામે આવ્યું નથી.હતભાગી છેલ્લા બે અઢી મહિનાથી દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ટરશીપ તરીકે ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે.
બનાવની જાણ થતાં આગેવાન પ્રવીણભાઇ ચાવડા,પચાણભાઈ પટેલ સહિતના દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા.બનાવ અંગે દયાપર પોલીસે એડી દાખલ કરીને તપાસ હાથ ધરી છે. હતભાગી યુવતીના પિતા સુરેશભાઈને સંતાનમાં ૫ દીકરીઓ છે.જે પૈકી સૌથી મોટી દીકરીની સગાઈ ૨૦ દિવસ અગાઉ કાદીયા ગામે થઈ હતી.જેથી માતા-પિતા કાદીયા ગયા ત્યારે બીજા નંબરની દિકરીએ આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.





















Recent Comments