ભાવનગર

લગેમ-SGFI લાંબીકુદ સ્પર્ધામાં ભૂતિયા શાળાનો વિદ્યાર્થી રાજ્યકક્ષાએ ચોથા ક્રમે. 

  સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SGFI) આયોજિત-2024 ની લાંબી કુદની રાજ્યકક્ષાની સ્પર્ધા રમતગમત સ્પોર્ટ્સ સંકુલ- નડિયાદમાં યોજાઈ ગઈ હતી. આ રાજ્યકક્ષાની લાંબીકુદની સ્પર્ધામાં અંડર -14 સ્પર્ધામાં શ્રી ભુતિયા પ્રાથમિક શાળા તા- પાલીતાણા ધોરણ-8 માં ભણતો વિદ્યાર્થી સરવૈયા ઋત્વિક માધવજીભાઈએ રાજ્યકક્ષાએ ચોથો ક્રમ પ્રાપ્ત કરેલ છે. તેમણે શાળા અને ગામનું ગૌરવ વધારેલ છે. શાળાના વ્યાયામ શિક્ષક રાજેશભાઈ પી. ગોહિલ આચાર્યશ્રી લક્ષ્મણભાઈ કાચરીયાએ માર્ગદર્શન આપેલ હતું.

Related Posts