લગ્નના દિવસે જ દુલ્હન પ્રેમી સાથે ભાગી જતા પરિવારે પો.સ્ટેશનમાં ૯ લોકો વિરુદ્ધ લગાવ્યો આરોપ
બિહારના બેતિયામાં લગ્નના દિવસે જ દુલ્હન પોતાની પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ઘટના જિલ્લાના શ્રીનગર પોલીસ ચોકી વિસ્તારની છે. જ્યાં રવિવારે બપોરે એક છોકરી દુલ્હન બને તે પહેલા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જાે કે, આ ઘટનાથી આખો પરિવાર આઘાતમાં છે. આપને જણાવી દઈએ કે, ભાગી ગયેલી છોકરીની સાંજે જાન આવવાની હતી. જાે કે, તે બપોરે જ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ બાજૂ ઘટના બાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં એ જ ગામના લોકો પર છોકરીને ભગાડી જવાનો આરોપ લગાવ્યો છે.
આ બાજૂ આરોપી પક્ષે પરિવારના તમામ લોકો ઘર છોડીને ફરાર થઈ ગયા છે. તો વળી આમાં સ્થાનિક લોકો દ્વારા મળતી જાણકારી અનુસાર, ૨૬ ફેબ્રુઆરી એટલે કે રવિવારે છોકરીની જાવ આવવાની હતી. આ બાજૂ લગ્નના દિવસે જ પરિવારને અંધારામાં રાખીને છોકરી પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. જાે કે, પરિવારે તેની શોધખોળ કરી, છોકરી મળી નહી, તો પોલીસ સ્ટેશનમાં જઈ આજીજી કરી. આ ઘટના બાદ કન્યાપક્ષ વરપક્ષને જાણકારી આપી અને તેમને જાન લઈ નહીં આવવાની વાત કહી. આ ઘટનાને લઈને ગામમાં અલગ અલગ વાતો થઈ રહી છે.
આપને જણાવી દઈએ કે, છોકરી પક્ષના પરિવારે વરપક્ષને લગ્નમાં ગિફ્ટ તરીકે કપડા, બાઈક આપી ચુક્યા છે. આ લગ્નને લઈને બંને પરિવારમાં ખૂબ ઉત્સાહ પણ હતો. તૈયારીઓ પણ જાેરશોરથી થઈ હતી. ખાવા-પીવાની સારામાં સારી વ્યવસ્થા કરી હતી. પણ આ ઘટનાથી બંને પરિવારમાં માતમ જેવો માહોલ છે. પોલીસે શું કહ્યું તે જાણો.. તો વળી આ સંબંધમાં શ્રીનગરમાં પોલીસ સ્ટેશનના અધિકારી અમિત કુમારે જણાવ્યું છે કે, પીડિત પરિવાર દ્વારા અરજી મળી છે. આ મામલાની તપાસ થઈ રહી છે, ટૂંક સમયમાં છોકરીને શોધી કાઢવામાં આવશે.
Recent Comments