પ્રિન્સ નરુલાએ તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. હા, લગ્નના ૬ વર્ષ બાદ યુવિકા ચૌધરી અને પ્રિન્સ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. યુવિકા ચૌધરીએ બાળક માટેના પ્લાનિંગ વિશે વાત કરતા કહ્યું હતું કે, તેણે અને પ્રિન્સે સાથે મળીને નક્કી કર્યું હતું કે જ્યાં સુધી મુંબઈમાં તેમનું પોતાનું ઘર ન હોય ત્યાં સુધી તેઓ બાળક માટે પ્લાનિંગ નહીં કરે. તે બંને વર્ષના પ્રારંભમાં તેમના નવા ઘરમાં શિફ્ટ થયા હતા અને હવે તેઓએ તેમના જીવનની સૌથી મોટી ખુશખબર સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે શેર કરી છે.
તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રિન્સે તેની લાલ જીપની સાથે સમાન રંગની રમકડાની જીપની એક તસવીર શેર કરી અને લખ્યું, બધાને મારા નમસ્કાર, મને ખબર નથી કે આ લાગણીઓ તમારી સાથે કેવી રીતે શેર કરવી, કારણ કે આજે અમે ખૂબ ખુશ છીએ. ખુશ અને થોડી નર્વસ પણ. હું આ ખાસ પ્રસંગે ભગવાનનો આભાર માનું છું. ટૂંક સમયમાં પ્રેવિકા (પ્રિન્સ અને યુવિકા)નું બાળક આ દુનિયામાં આવવાનું છે.
બેબી યુવિકા (યુવિકાને ટેગ કરીને) હવે તું મારાથી બીજા સ્થાને રહીશ અને હું મારા માતા-પિતાથી બીજા સ્થાને રહીશ, કારણ કે હવે જે પણ આપણા જીવનમાં આવશે તે આપણી આંખોનો તારો હશે. તે આપણા જીવનનું કેન્દ્ર બનશે, જીવન તેની આસપાસ ફરશે. હું તમને પ્રેમ કરું છું, પરંતુ યાદ રાખો કે થોડાં દિવસો પછી તમે નંબર ૨ પર આવવાના છો. પ્રિન્સની આ પોસ્ટ હેઠળ ઇન્ડસ્ટ્રીના તેના તમામ મિત્રોએ કમેન્ટ કરી કપલને અભિનંદન આપ્યા છે. વાસ્તવમાં આરતી સિંહના લગ્ન દરમિયાન યુવિકાની પ્રેગ્નન્સીના સમાચાર મીડિયામાં લીક થયા હતા. પરંતુ ખૂબ જ ચતુરાઈથી પ્રિન્સ અને યુવિકા બંનેએ આ સમાચારને અફવા ગણાવીને આ મુદ્દાને ટાળી દીધો. યુવિકા અને પ્રિન્સ બિગ બોસના ઘરમાં મળ્યા હતા. શો દરમિયાન જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
Recent Comments