fbpx
બોલિવૂડ

લગ્નમાં વિક્કી અને કેટરિનાએ ડિઝાઈનર સબ્યસાચીના ડિઝાઈન કરેલા કપડા પહેર્યા હતા

કેટરીના અને વિકી બંનેએ લગ્નમાં ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલા કપડા પહેર્યા હતા. જેમાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે કેટરિના કૈફ લગ્ન દરમિયાન ભાવુક થઈ ગઈ હતીપ. કેટરીના કૈફે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં એક તસવીરમાં તેની આંખોમાં આંસુ દેખાય છે. આ તસવીર જાેયા બાદ ફેન્સ તરત જ એક્ટ્રેસની લાગણીને સમજી ગયા. આ તસવીરમાં કેટરિના હસતી જાેવા મળી રહી છે અને સાથે તેની આંખોમાં આંસુ પણ છે. આ દરમિયાન વિકી કૌશલ તેનો હાથ પકડતો જાેવા મળે છે. કેટરિનાને ઈમોશનલ જાેઈને ફેન્સે તસવીરો શેર કરવાનું શરૂ કર્યુ છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું, આ સાચું છે કે કેટરીના લગ્ન દરમિયાન રડી પડીપ.. તેની આંખોમાં આનંદના આંસુ છે. તમને જણાવવુ રહ્યુ કે, રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરથી જ કેટરિના અને વિકીના લગ્નના ફંક્શન શરૂ થયા હતા. સંગીત, મહેંદી અને હલ્દી બાદ લવ બર્ડસે ૯ ડિસેમ્બરના રોજ સાત ફેરા લીધા. લગ્નમાં બંનેના ખાસ મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી.વિકી અને કેટરીના લગ્ન બાદ મુંબઈ જવા રવાના થશે. હાલ તેઓ સવાઈ માધોપુરથી ખાનગી હેલિકોપ્ટરમાં જયપુર એરપોર્ટ જવા રવાના થયા છે. વિકી અને કેટરીનાની એરપોર્ટ પરની કેટલીક તસવીરો હાલ વાયરલ થઈ રહી છે. જેમાં કેટરીનાએ પીચ રંગનો સૂટ પહેર્યુ છે, જ્યારે વિકીએ ડેનિમ શર્ટ અને બ્લેઝર પહેરેલો જાેવા મળે છે.વિકી કૌશલ અને કેટરીના કૈફ ગુરુવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં થયા હતા. ફેન્સ આ લગ્નની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા.વિકી અને કેટરીનાના લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે.

Follow Me:

Related Posts