લગ્નોત્સુક દિવ્યાંગ ભાઈ-બહેનો,ગરીબ અને કોરોના મુક્ત કુટુંબના સામાન્ય જનો સાથેના પરીચય પસંદગી મેળા અને ત્યારબાદ લગ્નમેળાનું સેવાતીર્થ, વડોદરામાં આયોજન
વડોદરા લગ્નોત્સુક દિવ્યાંગ ભાઈ-બહેનો,ગરીબ અને કોરોના મુક્ત કુટુંબના સામાન્ય જનો સાથેના પરીચય પસંદગી મેળા અને ત્યારબાદ લગ્નમેળાનું સેવાતીર્થ, વડોદરામાં આયોજન .”સોસાયટી ફોર ધી ટ્રેનીગ એન્ડ વોકેશનલ રીહેબીલીટેશન ઓફ ધી ડીસેબલ્ડ” સંચાલિત તાલીમ અને પુનવર્સન કેન્દ્ર “સેવાતીર્થ” મુકામે સામાજીક પુનવર્સન અર્થે લગ્નોત્સુક દીવ્યાંગો અને સામાન્ય જનોનાં લગ્નો માટે પસંદગી/ પરીચયમેળા અને ત્યારબાદ લગ્ન મેળાનું આયોજન આગામી માર્ચ દરમ્યાન સેવાતીર્થ વડોદરા માં જ યોજવામાં આવનાર છે. લગ્નોત્સુક દિવ્યાંગ ભાઈ – બહેનો તથા અન્યનાં રજીસ્ટ્રેશન હાલ ચાલુ છે અને પરીચય મેળા ૨૦ માર્ચ – ૨૦૨૨ દરમ્યાન પણ રજીસ્ટ્રેશન થશે. બધી જ બહેનોનાં રજીસ્ટ્રેશન વિના મુલ્યે રાખવામાં આવ્યા હોઈ વેળાસર ૧૦ માર્ચ’ ૨૦૨૨ સુધીમાં નોંધણી કરાવવા વિનંતી છે. જેથી નોંધણી થયેલા સૌની માહિતી પરિચય પુસ્તિકામાં છપાય જેથી પરિચય મેળા માં સમયસર ઉપસ્થિત રહી લાભ લઇ શકાય.રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે સંસ્થા કાર્યાલય સેવાતીર્થ, તરસાલી, ધનીયાવી બાયપાસ પાસે, વડોદરા મુકામે રજાના દિવસો સિવાય સવારે ૧૦ થી સાંજના ૫ કલાક સુધીમાં સંપર્ક સાધવા વિનંતી છે.જન્મનો દાખલો, અભ્યાસ અને ચાલુ નોકરી ધંધાના પ્રમાણપત્રોની નકલો, ૪ પાસપોર્ટ સાઈઝના ફોટા કોરોના વેકસીનના બે ડોઝ લીધાનું પ્રમાણપત્ર સાથે “સેવાતીર્થ” માં ૧૦ માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ છે. પરિચય મેળામાં આવતાં પહેલાં આર.ટી.પી.સી.આર કોવીડ ટેસ્ટ રીપોર્ટ લઈને આવવાનું રહેશે.સંપર્ક (M) ૯૬૬૨૦૪૦૭૮૧(અલ્કેશ પંડયા), ૯૪૨૭૩૩૫૧૪૫ (મનોજ સોલંકી) ૯૮૨૫૪૦૭૬૫૪, ૯૯૦૯૯૦૭૬૫૪ (પુરુષોત્તમ પંચાલ)
Recent Comments