સોનમ કપૂરની બહેન અને દિગ્ગજ બોલિવૂડ સ્ટાર અનિલ કપૂરની બીજી દીકરી રિયા કપૂર પણ લગ્નના બંધનથી બંધાઈ ચૂકી છે. તેણે સોમવારે પોતાના લગ્નનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પોસ્ટમાં રિયા કપૂરે પોતાના દિલની બધી વાત કરી છે. જે પોતાના પતિ વિશે વિચારે છે.
જણાવી દઈએ કે રિયા કપૂરે ફિલ્મ નિર્માતા કરણ બૂલાની સાથે લગ્ન કર્યા છે. જાે વાત તેના ફોટોની કરવામાં આવે તો રિયા દ્વારા જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે ફોટોમાં રિયા અને કરણ એક સાથે બેઠેલા નજરે પડી રહ્યા છે. રિયા કપૂરે સુંદર સિલ્વર કલરનો લહેંગો પહેર્યો છે અને કરણે શેરવાની પહેરી છે. ફોટોના કેપ્શનમાં રિયાએ લખ્યું છે કે, ૧૨ વર્ષ પછી મારે નર્વસ કે અવિભૂત ન થવું જાેઈએ કારણ કે મારા બેસ્ટ ફ્રેન્ડ અને સારા માણસ હોય.
રિયાએ વધુમાં લખ્યું છે કે, પરંતુ હું રડી છું અને કાંપી રહી છું કારણ કે મને ખ્યાલ ન હતો કે આ અનુભવ કેટલો શાનદાર થવા જઈ રહ્યો છે. હું હંમેશા એ છોકરી રહીશ કે જે માતા પિતા સુઈ જાય તે પહેલા રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં જૂહુ ખાતે આવેલા પોતાના ઘરે આવી જાતી હતી. આ સમય સુધી ખ્યાલ નહોતો કે હું કેટલી ભાગ્યશાળી છું.
રિયા કપૂરે વધુમા જણાવ્યું છે કે, હું આશા રાખું છું કે આપણે એક એવો પરિવાર બનાવીશું જેમાં પ્રેમ કરનારા અનેક લોકો હોય. તેના પછી રિયાએ તેના પતિ સહિત એ તમામ લોકોના નામ લખ્યા છે કે જેને તે પ્રેમ કરે છે. થોડી જ વારમાં આ ફોટોને લાખોની સંખ્યામાં લાઈક અને શેર કરવામાં આવી છે. કેટરીના કૈફ, જૈકલીન ફનાર્ન્ડિસ, મલાઈકા અરોરા અને પ્રિયંકા ચોપરા જેવી દિગ્ગજ સ્ટાર્સે કોમેન્ટ કરીને શુભકામનાઓ પાઠવી છે.
Recent Comments