લગ્ન-પ્રસંગમાં જાવ તો મહેરબાની કરીને આ ફુડ ન ખાતા, નહીં તો જીવલેણ બિમારી થઈ શકે છે..
લગ્ન-પ્રસંગમાં જાવ તો મહેરબાની કરીને આ ફુડ ન ખાતા, નહીં તો જીવલેણ બિમારી થઈ શકે છે..
અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. બીજી તરફ કોરોનાના કેસ પણ સામે આવી રહ્યાં છે. એવામાં આપણે જ્યારે લગ્ન પ્રસંગમાં જઈએ છીએ ત્યારે ત્યાંનું ફુડ ખાતા હોય છીએ. જે ઘણી વખત આપણા સ્વાસ્થયને નુકસાન પણ પહોંચાડી શકે છે.
લગ્નમાં મેંદાની રોટલી બનાવવામાં આવે છે. આ સાથે જ ઘણી મેંદાની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. મોટાભાગના લોકો લગ્નમાં રૂમાલી રોટી અથવા તો નાન ખાવાનું પસંદ કરે છે. પણ તમને જણાવી દયે કે આ નાનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
મેંદામાંથી બનેલી વસ્તુઓ આપણા પેટને લાંબા સમય સુધી ભરેલી રાખે છે. મેંદો પચવા માટે શરીરમાં રહેલા ન્યુટ્રીયંસનો ઉપયોગ કરે છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
મેંદો ખાવાથી શરીરના હાડકા નબળા પડી જાય છે. કેમકે જ્યારે મેંદો બનાવવામાં આવે છે તો તેમાંથી પ્રોટીન નીકળી જાય છે. જેથી હાડકાઓ નબળા ન પડે તે માટે તમારે મેંદાનું સેવન ન કરવું જોઈએ.
મેંદાનું અધિક સેવન બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક છે. જેથી લગ્નમાં મેંદાની બનેલી રૂમાલી રોટલી કે નાનનો ઓછો ઉપયોગ કરવો જોઈએ નહીં. નહીં તો કબજિયાતની પરેશાની રહે છે.
વધારે મેંદો ખાવાથી ડાયાબિટીસ તથા કબજીયાતની ફરિયાદો પણ શરુ થઇ જાય છે. અસલમાં, મેંદામાં જરાય ફાઈબર હોતું નથી, જેથી પાચન, પેટમાં દુખાવો તથા કબજીયાત જેવી સમસ્યાઓ થઇ શકે છે.
Recent Comments