fbpx
રાષ્ટ્રીય

લગ્ન માટે દાગીના બનવવા હોઈ તો બનાવી લેજો સોનાનો ભાવ ઓછો છે

હાલમાં છેલ્લાઅઠવાડિયા દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં મોટા પાયે ઘટાડો થયો છે એટલે કે હવે દાગીના બનાવી લેવા જોઈએ . કેમકે કે આવતા સમયમાં લગ્ન્ની સીઝન આવશે જેમાં ભાવ વધે તે નક્કી છે. હાલના ભાવ કરતા પણ ભાવ વધશે તેવી પૂરી સંભાવના છે. ત્યારે ભારતીય બુલિયન માર્કેટમાં સાપ્તાહિક સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

           જો કે ચાંદી પણ સસ્તી થઈ છે. આ ટ્રેડિંગ સપ્તાહમાં સોનાની કિંમતમાં 1133 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. આ અઠવાડિયામાં કેટલા ઘટ્યા ભાવ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ મુજબ, આ બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો દર 53,595 હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને 52,462 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે.

               આઈબીજીના ભાવ દેશભરમાં માન્ય ઉલ્લેખનીય છે કે આઈબીજીએ દ્વારા જારી કરવામાં આવેલા તમામ ભાવ અલગ અલગ શુદ્ધતાના સોનાના માનક ભાવ વિશે માહિતી આપે છે. જેમાં આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાની છે. જેમાં આઇબીજીએ દ્વારા જારી કરવામાં આવેલા દરો દેશભરમાં સામાન્ય છે પરંતુ તેના ભાવમાં જીએસટી શામેલ નથી.

           *આવતી 1-2 મહિનામાં લગ્નની સીઝન, ભાવ વધી શકે* આવતી લગ્નની સીઝનમાં 1-2 મહિનામાં લગ્ન્ની સીઝન આવવાની હોવાથી ભાવ હવે વધી શકે છે . જેમાં છેલ્લા અઠવાડિયાનો ઘટાડો શુભ સંકેત છે .

Follow Me:

Related Posts