fbpx
રાષ્ટ્રીય

લગ્ન માટે ફોટોશૂટ કરાવવા આવેલુ કપલ નદીમાં ડૂબ્યુ, 21 દિવસ પહેલા જ લીધા હતા સાત ફેરા

કેરળના જાનકીક્કડ વિસ્તારમાં લગ્નના ફોટોશૂટ દરમિયાન એક યુવકનું મોત થયુ છે. 28 વર્ષીય રાજિન એલએલના લગ્ન 14 માર્ચે થયા હતા અને તે પોતાની પત્ની સાથે લગ્નનું ફોટોશૂટ કરાવવા કુટ્ટીદી નદીના કિનારે આવ્યો હતો. જાણકારી અનુસાર, ફોટો ખેચાવવા દરમિયાન રાજિન અને તેની પત્ની કનિહાનો પગ લપસતા નદીમાં પડી ગયા હતા.

કેટલાક લોકોએ સમય રહેતા રાજિનની પત્નીને તો બચાવી લીધી હતી પરંતુ રાજિનને બચાવી શક્યા નહતા. રાજિનની પત્ની માલાબાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યા તેની સ્થિતિ ગંભીર છે.

જ્યા દંપત્તિ ફોટોશૂટ કરાવી રહ્યુ હતુ ત્યા વહેતી કુટ્ટીદી નદીમાં પાણીનો વહાવ ઝડપી હતો અને આસપાસ કોઇ સુરક્ષા ઉપકરણ કે રેલિંગ પણ નથી.

સેલ્ફી ખેચવા દરમિયાન દંપત્તિ સહિત ત્રણના મોત

આ પહેલા મહારાષ્ટ્રમાં બીડ જિલ્લામાં કાવડ ગામમાં સેલ્ફી લેવા દરમિયાન એક કપલ અને તેમના મિત્રનું નદીમાં ડુબી જતા મોત થયુ હતુ.મૃતકોની ઓળખ 20 વર્ષીય તાહા શેખ અને તેમના પતિ 22 વર્ષીય સિદ્દીકી પઠાણ શેખ અને દંપત્તિના મિત્ર શહાબના રૂપમાં થઇ છે. ત્રણેયના શબને શનિવારે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts