સર પી. પી. સાયન્સ ઑફ કૉલેજ ભાવનગરના અંગ્રેજી વિષયના અધ્યાપક, ભાવનગર ગદ્યસભાના પૂર્વ મંત્રી, લઘુકથાકાર, નિબંધકાર, વાર્તાકાર અને ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલ એક સારા વ્યક્તિ એવા હરીશ મહુવાકરની અચાનક વિદાયથીકૉલેજ, સાહિત્ય જગત અને સામાજિક સંસ્થાઓને બહુ મોટી ખોટ પડી છે.
સ્વ. હરીશ મહુવાકર નિબંધ, વાર્તા, અને લઘુકથાના વિવેચન તથા પાયાનાં અંગ્રેજી વિષય પર સતત કલમ ચલાવતા રહ્યા.
તેમણે અનેક નવસર્જકોને લઘુકથા અને તેનાં સ્વરૂપની સમજ આપી. સરકારની સેવામાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતાં તેમનાં ધર્મપત્ની નસીમ મહુવાકર પણ સારાં વાર્તાકાર છે. આ દંપતિએ ‘ અમે ‘ નામે સહિયારો વાર્તાસંગ્રહ આપેલ છે.
સ્વ. હરીશ મહુવાકર ભાવનગર ગદ્યસભાના મોભીઓ આદરણીય ગંભીરસિંહજી ગોહિલ, માય ડિયર જયુ, મહેન્દ્રસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં સક્રિયતા અને ઉમંગથી સાહિત્યની સેવા કરતા રહ્યા.
તેમના અવસાનથી ગદ્યસભાના સર્જકો સર્વ શ્રી નટુભાઇ વ્યાસ, અજય ઓઝા, પ્રવીણ સરવૈયા, જિજ્ઞેશ જાની, નીતિન ત્રિવેદીએ સ્વર્ગસ્થની સર્જક પ્રતિભાને બિરદાવીને ભાવાંજલિ આપેલ.
લઘુકથા, વાર્તા, નિબંધના સર્જક અંગ્રેજીના અધ્યાપક હરીશ મહુવાકરની અકાળે વિદાય

Recent Comments