લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
લઘુતમ ટેકાનાં ભાવે મગફળી ખદીરી વર્ષ ૨૦૨૩-૨૪ તા.૧૬/૧૦/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન ખેડુતોએ પોતાનાં ગામની નોંધણી કરાવી શકાશે. ગ્રામપંચાયત ખાતે “વિલેજ કોમ્પયુટર એન્ટરપ્રીનોર” (V.C.E) પાસે અથવા નજીકમાં APMC કેન્દ્ર ખાતે પણ ખેડુતો નોંધણી કરાવી શકશે.
જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેંટ જેવા કે, આધાર કાર્ડ (ફરજીયાત), ૭/૧૨, ૮ – અ નકલ (અદ્યતન), ફોર્મ નંબર -૧૨ માં વાવેતરની નોંધ ના હોઇ તો મગફળીનો પાક જે તે સર્વે નંબરમાં વાવેતર કર્યાનો તલાટીનો દાખલો, બેન્ક પાસબુક અને IFSC કોડ અથવા કેન્સલ ચેક આધાર કાર્ડ રજીસ્ટ્રેશન માટે ફરજીયાત છે.
ચાલુ ખરીફ ઋતુ દરમ્યાન સરકારી દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪માં પ્રાઇઝ પાર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવાનું નક્કી કરેલ છે. મગફળીનાં રૂ.૬૩૭૭/ક્વિ, મગ માટે રૂ.૮૫૫૮/-, અડદનાં રૂ.૬૯૫૦/- અને સોયાબીનનાં રૂ.૪૬૦૦/- કિ.મુજબ ટેકાનાં ભાવે ખરીદી કરવાનું નક્કી કરેલ છે.
સરકારશ્રી દ્વારા નક્કી કરેલ ટેકાના ભાવે મગફળી મગ, અડદ અને સોયાબીનની જણસોનું વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ નાફેડનાં ઇ – સમૃધ્ધિ પોર્ટલ ઉપર તા.૧૬/૧૦/૨૦૨૩ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જે માટે જે તે ગામના વી.સી.ઈ કે એ.પી.એમ.સી. કેન્દ્રો ખાતેથી કરાવી શકાશે. જે ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેવા ખેડૂતોનો જ માલ ખરીદ કરવામાં આવશે તો આપના તાલુકાની તમામ ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ. મારફત રજીસ્ટ્રેશન કરાવી શકાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જવાવવામાં આવ્યું છે.
Recent Comments