લઘુમતી સમાજના ભાઇઓ/ બહેનો માટે રોજગારી કાર્ડ નોંધણી કેમ્પ તેમજ કારકિર્દી અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન
મદદનીશ નિયામક (રોજગાર) કચેરી દ્વારા ’કસ્બા અંજુમને ઇસ્લામ, શેલારશા રોડ, ભાવનગર ખાતે તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ ને બુધવારના રોજ સવારેઃ ૧૧-૦૦ કલાકે લઘુમતી સમાજના ભાઇઓ/ બહેનો માટે રોજગારી કાર્ડ નોંધણી કેમ્પ તેમજ કારકિર્દી અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.
રોજગારી કાર્ડ નોંધણી માટે ઉપરના સ્થળ, તારીખ અને સમયે પોતાની શૈક્ષણિક લાયકાતના જરૂરી પ્રમાણપત્રો અને માર્કશીટ તથા જાતિના આાધાર પુરાવાની અસલ તેમજ ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝ ફોટો-૧ સાથે સ્વખર્ચે હાજર રહેવાં મદદનીશ નિયામક (રોજગાર), ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Recent Comments