લતા મંગેશકર ડુંગરપુરના રાજાને પ્રેમ કરતા હતા
ભારતની સૂરોની મલ્લિકા લતા મંગેશકરની પ્રેમ કહાની સામે આવી.. એવું કહેવાય છે કે સંગીતના રાણી લતા મંગેશકરને એક મહારાજા સાથે પ્રેમ થઈ ગયો હતો, જે તેમના ભાઈનો મિત્ર પણ હતો. જાે લગ્ન થયા હોત તો લતા મંગેશકર એક રાજ્યની રાણી બની ગયા હોત. પરંતુ ભાગ્યને કંઇક બીજું જ મંજૂર હતું. ક્યારેય શાળાએ ન ગયેલા લતા મંગેશકરે પોતાના જીવનમાંથી જ ઘણા સબક શીખ્યા. તેમણે તેમના ભાઈઓ અને બહેનોને ક્યારેય પિતાની કમીનો અહેસાસ ન થવા દીધો. લતા દીએ કહ્યું હતું કે તેમના પર આખા ઘરની જવાબદારી હતી, તેથી જ તેમણે ક્યારેય લગ્ન કર્યા નથી. ભલે લતા જી આ અંગે કઇ ન કહે, પણ આ રહસ્ય પાછળનું સત્ય કંઈક બીજું જ છે. બાળપણમાં, કુંદનલાલ સેહગલની ફિલ્મ ચંડીદાસ જાેયા બાદ લતાજી કહેતા હતા કે તેઓ મોટા થઈને સહગલ સાથે લગ્ન કરશે
પરંતુ તેમણે ક્યારેય લગ્ન કર્યા નથી. આજે, તેમના જીવનથી જાેડાયેલી આ વાત ભાગ્યે જ કોઇને ખબર હશે જે છે તેમની લવ સ્ટોરીપઆવો જાણીએ લતા જીને કોની સાથે પ્રેમ થયો હતો અને તે લગ્ન કેમ ન કરી શક્યા. લતાજીએ પોતે ક્યારેય કહ્યું ન હતું પરંતુ ઘણા જાણકારોએ આ સંબંધ વિશે વાત કરી હતી. લતા મંગેશકર ડુંગરપુર રાજવી પરિવારના મહારાજા રાજ સિંહને પ્રેમ કરતા હતા. લતાના ભાઈ હૃદયનાથ મંગેશકર અને રાજ સિંહ એકબીજાના સારા મિત્રો હતા. તેઓ સાથે ક્રિકેટ રમતા હતા. રાજ જ્યારે લૉ નો અભ્યાસ કરવા માટે મુંબઈ આવ્યા ત્યારે તેઓ મળ્યા હતા. આ દરમિયાન તે લતાના ભાઈ સાથે તેમના ઘરે જતા હતા.
આ સિલસિલો ચાલુ રહ્યો અને જાેતજાેતામાં રાજ સિંહ અને લતા મંગેશકર મિત્રો બની ગયા. ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં બદલાઇ. ત્યાં સુધીમાં લતાનું નામ પણ પ્રખ્યાત હસ્તીઓમાં ગણાવા લાગ્યું હતું. આથી જ મીડિયામાં લતા અને રાજના સંબંધો વિશે વાતો થવા લાગી. રાજ સિંહ ત્રણ ભાઈઓ હતા જેમાં તે સૌથી નાના હતા. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ લગ્ન ન થયા. એવું કહેવાય છે કે રાજે તેના માતા-પિતાને વચન આપ્યું હતું કે તેઓ સામાન્ય ઘરની કોઈ પણ છોકરીને તેમના ઘરની વહુ નહીં બનાવે. રાજે મૃત્યુ સુધી આ વચન નિભાવ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે લતાની જેમ રાજ પણ જીવનભર અપરિણીત રહ્યા. રાજ સિંહ લતા મંગેશકર કરતા ૬ વર્ષ મોટા હતા. રાજ સિંહને ક્રિકેટનો પણ ખૂબ શોખ હતો. આ કારણે તેઓ ઘણા વર્ષો સુધી બીસીસીઆઈ સાથે જાેડાયેલા હતા. લતા મંગેશકરનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ આપણે બધા જાણીએ છીએ. રાજ સિંહ અને લતા મંગેશકરને મળાવવામાં પણ ક્રિકેટનું મોટું યોગદાન રહ્યું,.
એક વખત ક્રિકેટ રમ્યા બાદ રાજ સિંહને લતા મંગેશકરનાં ઘરે ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં જ રાજ સિંહે લતાને પ્રથમ વખત જાેયા અને તેઓ મિત્રો બની ગયા. રાજ સિંહ લતા મંગેશકરને મીટ્ટુ કરીને પ્રેમથી બોલાવતા. તેમના ખિસ્સામાં હંમેશા ટેપ રેકોર્ડર રહેતું હતું જેમા લતા મંગેશકરના ગીતો હતા. તક મળતા જ લતા મંગેશકરના ગીતો સાંભળતા હતા. જણાવી દઈએ કે રાજ સિંહનું ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૯ ના રોજ અવસાન થયું હતું.
Recent Comments