લદાખમાં લેહ નજીક સેનાની એક ટ્રક દુર્ઘટના સર્જાઈક્યારી ગામથી ૭ કિલો મીટર પહેલા સેનાની ટ્રકને ગંભીર અકસ્માત, સેનાનાં આઠ જવાનો શહીદ
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં શનિવારે સાંજે ભારતીય સેનાનાં વાહન સાથે મોટી દુર્ઘટનાં સર્જાઈ હતી. રાજધાની લેહ પાસે ક્યારી ગામ પાસે સેનાનું વાહન ખાઈમાં પડી ગયું હતું. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં સેનાનાં આઠ જવાનો શહીદ થઈ ગયા હતા. શહીદ થયેલ જવાનોમાં ૮ સૈનિકો છે તેમજ ૧ જેસીઓ છે. અધિકારીઓ સાથે વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, ક્યારી ગામથી ૭ કિલો મીટર પહેલા સેનાની ટ્રકને ગંભીર અકસ્માત નડ્યો અને તે ખાઈમાં પડી ગઈ. જેમાં આ દુર્ઘટનામાં સેનાનાં ૮ જવાનો તેમજ ૧ જેસીઓ શહીદ થયા હતા.
આ દુર્ઘટનામાં સેનાનાં બે જવાનો ઘાયલ પણ થયા હતા. જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સેનાનો કાફલો દલકારૂ થી ક્યારી તરફ જઈ રહ્યો હતો. તે દરમ્યાન આ દુર્ઘટનાં સર્જાઈ. સેનાએ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી રેસ્ક્યું ઓપરેશન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું.
Recent Comments