પશુઓમાં પ્રવર્તી રહેલા લમ્પી વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે જિલ્લા પશુપાલન કચેરી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના બાબરા, લીલીયા અને લાઠી ત્રણ તાલુકાના ઈશ્વરીયા, નાની કુંડળ, કરિયાણા, ખારા અને દામનગરમાં પશુઓના રક્ષણ માટે કામગીરી શરુ છે. પશુઓના આરોગ્ય માટે અસરકારક કામગીરીને લીધે પશુપાલકો તેમના પશુઓના રક્ષણ માટે રાહત અનુભવી રહ્યા છે. જિલ્લાના બાબરા તાલુકાના ઈશ્વરીયા, નાની કુંડળ, કરિયાણા, લીલીયા તાલુકાન ખારા તેમજ લાઠી તાલુકાના દામગનરમાં મળીને તા.૨૫ જુલાઈ-૨૦૨૨ સુધીમાં જિલ્લાના કુલ ૧૯૭ પશુઓ લમ્પી વાયરસના સંક્રમણથી સાજા થઈ ગયા છે. પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીના કારણે આ સ્થિતિએ ૮૩ પશુઓની સારવાર કરવામાં આવી છે. કુલ ૫,૩૫૨ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં કુલ ૨૮૦ પશુઓને લમ્પી વાયરસની અસર થઈ હતી જે પૈકીના ૧૯૭ પશુઓ સાજા થઈ ગયા છે. સાજા થયેલા પશુઓમાં ઈશ્વરિયામાં ૮૩, નાની કુંડળના ૨૭, કરિયાણાના ૫૯, ખારામાં ૨૮ પશુઓનો સમાવેશ થાય છે. આ સ્થિતિ મુજબ ત્રણ તાલુકાના ૦૫ તાલુકામાં ઈશ્વરિયામાં ૧૬ નાની કુંડળમાં ૦૭, કરિયાણા ૧૨, ખારા ૩૮, દામનગરમાં ૧૦ મળીને કુલ ૮૩ પશુઓની સારવાર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં રસીકરણના આંકડાની વાત કરવામાં આવે તો તા.૨૫ જુલાઈ – ૨૦૨૨ની સ્થિતિએ ઈશ્વરીયામાં ૮૨૪, નાની કુંડળમાં ૨,૬૧૫, કરિયાણામાં ૧,૫૧૩, ખારામાં ૪૦૦, મળીને કુલ ૫,૩૨૫ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જય ૦૦૦
Recent Comments