લમ્પી વાયરસ મામલે વળતર મામલે કોઈ જ વિચારણા નહીં : મંત્રી રાઘવજી
જયના કૃષિ અને પશુપાલન વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જ અકસ્માતે પશુ વળતર સહાયમાં મહારોગચાળા સમયે વળતર આપવાની જાેગવાઇ હોવા છતાં રાજ્ય સરકારે કોઇ વળતર જાહેર ન કરતા પશુપાલકો-ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગૌવંશને ખાડા ખોદીને, મીઠું નાખીને નિકાલ કરવાનો હોય છે, તેમ પશુપાલન નિયામકે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, મીઠું સાથે બાયોકયુલમ કે સેનીટ્રેટ જેવી દવાઓ પણ નાખવાની હોય છે. એકંદરે મૃતદેહના નિકાલ માટે લાઇમ, સોલ્ટ, જંતુનાશક દવા નાખવાની ગાઇડલાઇન છે. કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી રાજયના કુલ ૨૦ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જાેવા મળ્યા છે.
અસરગ્રસ્ત ૨૦૮૩ ગામમાં ૫૫૯૫૦ પશુઓમાં લમ્પીનો રોગ જાેવા મળ્યો છે. તમામ ૫૫૯૫૦ પશુઓને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધીનાં અહેવાલ મુજબ રાજયમાં કુલ ૧૫૬૫ પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યું નોધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૧૦ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે અને હાલમાં જીલ્લા કક્ષાએ ૭.૯૦ લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. કચ્છ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારમાં સ્થિતિ ખરાબ છે. કચ્છના ગામડાઓમાં તો એક એવું ગામ નથી કે જયાં લમ્પી રોગ થયો ન હોય અને એક ગામડું એવું નથી કે જયાં ગૌવંશનું મૃત્યુ થયું ન હોય તેવું પશુપાલકોનું કહેવું છે. મંત્રી રાઘવજી પટેલેને પૂછવામાં આવ્યું હતું કે, ગૌવંશના મૃત્યુના કારણે કોઇ વળતર આપવામાં આવશે કે નહીં ? આ પ્રશ્નના જવાબમાં મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, હાલમાં અમારી કોઇ વિચારણા નથી.
રાજય સરકારના કૃષિ અને સહકાર વિભાગની સત્તાવાર વેબસાઇટ કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ પર ‘અકસ્માતે પશુ મૃત્યુ વળતર સહાય’ની જાેગવાઇ કરવામાં આવી છે. આ વેબસાઇટમાં જે લખ્યું છે તે મુજબ લમ્પી જેવા મહારોગચાળામાં સરકાર ઇચ્છે તો સહાય આપી શકે છે.રાજયમાં ૧૮ જિલ્લાના ગૌવંશમાં પ્રસરેલો લમ્પી વાઇરસનો રોગ હવે ૨૦ જિલ્લામાં પ્રસરી ગયો છે તેમ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે એવો દાવો કર્યો હતો કે, અત્યાર સુધીમાં ૨૦૮૩ ગામમાં રોગ પ્રસરી ગયો છે અને ૧૫૬૫ ગૌવંશના મોત થયા છે. આમ છતા કૃષિ મંત્રીએ કોઇપણ પ્રકારની નાણાંક ય સહાયની વિચારણા ન હોવાનું જણાવ્યું હતું.
Recent Comments