લમ્પી સ્કીન ડીસીઝનો ફેલાવો અટકાવવા જિલ્લામાં આગામી તા.૧૪ સપ્ટેમ્બર સુધી જિલ્લામાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ
અમરેલી જિલ્લામાં પશુઓમાં જોવા મળી રહેલા ‘લમ્પી સ્કીન ડીસીઝ’ને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અને સારવાર સહિતની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાને પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઇન્ફેકશિયસ ડીસીઝ ઇન એનિમલ્સ એક્ટ-૨૦૦૯ની કલમ અને પેટા કલમ હેઠળ તાત્કાલિક અસરથી નિયંત્રિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં પશુઓને સુરક્ષિત રાખવા માટે અને આ રોગનું સંક્રમણ પ્રસરતું અટકાવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.બી.વાળા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ અમરેલી જિલ્લામાં આગામી તા.૧૪/૦૯/૨૦૨૨ સુધી પશુઓને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી જિલ્લાની હદમાં અંદર અથવા તો બહાર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં આ દિવસો દરમિયાન જીવંત પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને આવાં પ્રાણીઓના મેળાવડા પર પ્રતિંબધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ‘પ્રિવેન્શન ઓફ ઈન્ફેક્શિયસ એન્ડ કન્ટેજીસ ડીસીઝ ઈન એનિમલ્સ એક્ટ-૨૦૦૯ અને આઈપીસીની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
Recent Comments