ગુજરાત

લવ જેહાદને નાથવા સરકાર ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક-૨૦૨૧ રજૂ કરશે

ગુજરાતમાં લવ જેહાદના મુદ્દે ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કરશે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ૨૦૨૧ રજૂ કરવામાં આવશે. આ બિલ દ્વારા બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ વિધેયકમાં પાંચ વર્ષ સુધીની સજા અને ૨ લાખ રૂપિયાના દંડની જાેગવાઈ કરવામાં આવી છે.

સગીર સાથેના ગુનામાં સાત વર્ષ સુધીની સજા કરવામાં આવશે અને ૩ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સાથે અનુસૂચિત જાતિ અને જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં પણ સાત વર્ષની સજા થઈ શકે છે. કાયદાની અધિનિયમ ૩, ૪ અને ૭માં સુધારો કરવામાં આવશે.

વર્ષ ૨૦૦૩માં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારો અમલી હતો. પરંતુ તેમાં ઘણા બધા મુદ્દાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. કાયદાની અધિનિયમ ૩,૪ અને સાતમાં સુધારો કરવામાં આવશે. આ સુધારા વિધેયકમાં ધર્મપરિવર્તનમાં ૩-૫ વર્ષની સજા અને ૩ લાખ રૂપિયા સુધીના દંડની જાેગવાઈ કરવામાં આવી છે.

અનુસૂચિત જાતિ અને જનજાતિના ધર્મપરિવર્તનમાં સાત વર્ષની સજા અને ૩ લાખ રૂપિયા સુધીના દંડની જાેગવાઈ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા આ સુધારા વિધેયકને થોડા સમયમાં રજૂ કરવામાં આવશે.

Follow Me:

Related Posts