લવ જેહાદ વિરૃદ્ધી કાનૂનને આવકારતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા
આજરોજ ગુજરાત વિધાનસભામાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત ફ્રીડમ રિલિજિયન એક્ટ, 2003 અંતર્ગત કાયદામાં સુધારો કરીને માસુમ દીકરીઓને ભોળવીને ખોટી રીતે ફસાવતાં જેહાદી તત્વો સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરી શકાય તે માટેનો કાયદો અમલી બનાવાયો.
આ બાબતે કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, જેમ ગૃહમંત્રી સાહેબે કહ્યું તેમ આ અમારો કોઈ રાજકીય એજન્ડા નથી. આ અમારી વ્યથા છે. દીકરીઓને બચાવવાનો પ્રયાસ છે. યુપી,એમપી, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશમાં પણ આ અંગે કાયદો છે. આ ગુજરાતની દીકરીઓની સુરક્ષા અને સલામતી માટે આ કાયદો છે. ગુજરાત ફ્રીડમ રિલિજિયન એક્ટ, 2003માં આજરોજ વિધાનસભામાં ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા થયેલા સુધારાને જિલ્લા ભાજપ પ્રમુખ કોશિક વેકરિયા દ્વારા આવકારવામાં આવ્યો છે.
Recent Comments