બોલિવૂડ

‘લવ સ્ટીરિયો અગેઈન’માં ટાઈગર અને ઝારાએ પોતાનો અવાજ આપવાની સાથે ડાન્સ પણ કર્યો

બોલિવૂડના માનીતા એક્શન હીરો ટાઈગર શ્રોફના ડાન્સ સ્ટેપ્સ પણ ખૂબ વખણાતા હોય છે. ડાન્સ અને એક્શનનું ગજબ કોમ્બિનેશન ધરાવતા ટાઈગરે આ વખતે પોતાની સિંગિંગ સ્કિલનો પરિચય આપ્યો છે. ટાઈગર શ્રોફને ગાયક તરીકે સ્ટેજ આપવાનું કામ ‘લવ સ્ટીરિયો અગેઈન’માં થયું છે. આ મ્યૂઝિકલ પરફોર્મન્સમાં ટાઈગરની સાથે ઝારા એસ. ખાનનો ગ્લેમરસ અંદાજ રંગ જમાવી રહ્યો છે. ટાઈગર શ્રોફને ફિટનેસ આઈકોન તરીકે ચાહનારા ઘણાં લોકો છે અને ટાઈગર પણ તક મળે ત્યારે પોતાના પેક્સ બતાવવામાં પાછી પાની કરતો નથી. પોતાની ખાસિયતોને ગાઈ-વગાડીને સહજતાથી રજૂ કરવા ટેવાયેલા ટાઈગરની ખાસિયતોમાં ગાયકીનો ઉમેરો થયો છે. તાનિશ્ક બાગચીએ તેનું મ્યૂઝિક કમ્પોઝ કર્યું છે. ‘લવ સ્ટીરિયો અગેઈન’માં ટાઈગર અને ઝારાએ પોતાનો અવાજ આપવાની સાથે ડાન્સ પણ કર્યો છે. આ સોન્ગમાં ઈન્ટરનેશનલ મ્યૂઝિશિયન એડવર્ડ માયા પણ જાેડાયેલા છે. ટી સિરીઝે ટાઈગર-ઝારાનો મ્યૂઝિક વીડિયો પ્રોડ્યુસ કર્યો છે. શુક્રવારે આ વીડિયોની ઝલક ટાઈગર શ્રોફે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ટાઈગરે વીડિયો આ સાથે પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘લવ સ્ટીરિયો અગેઈન’માં તેની સૌથી પ્રિય ધૂન છે. ટાઈગર શ્રોફે ‘લવ સ્ટીરિયો અગેઈન’માં શૂટિંગ અને રેકોર્ડિંગની દરેક ક્ષણ યાદગાર હોવાનું કહ્યું હતું. આ સાથે દાવો કર્યો હતો કે, મ્યૂઝિક વીડિયો જાેનાર દરેક વ્યક્તિ દિલથી નાચી ઊઠશે.

Related Posts