જો તમે સાદા વઘારેલા મમરા ખાઇને કંટાળી ગયા હોય તો આજે અમે તમારી માટે લઇને આવ્યા છીએ લસણીયા મમરા. લસણીયા મમરા ખાવાની બહુ જ મજા આવે છે. લસણીયા મમરાની તમે ભેળ બનાવીને પણ ખાઇ શકો છો. જો તમે લસણીયા મમરાની ભેળ બનાવો છો તો ટેસ્ટમાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ મજા આવે છે.
સામગ્રી
150 ગ્રામ મમરા
100 ગ્રામ સેવ
હિંગ
મીઠું સ્વાદાનુંસાર
હળદર
લાલ મરચુ પાઉડર
લસણનો પાઉડર
ચાટ મસાલો
આમચુર પાઉડર
બનાવવાની રીત
- લસણીયા મમરા બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઇ લો.
- હવે એમાં એક ટેબલ સ્પૂન તેલ મુકો.
- તેલ આવી જાય પછી એમાં હિંગ નાંખો.
- હવે ગેસ બંધ કરીને સ્વાદાનુંસાર મીઠું એડ કરો.
- ત્યારબાદ એમાં હળદર અને મરચુ એડ કરો.
- આ બધુ જ એડ કર્યા પછી હવે એમાં લસણનો પાઉડર નાંખો.
- લસણનો પાઉડર નાંખ્યા પછી એમાં મમરા એડ કરો.
- મમરા એડ કરીને બરાબર હલાવી લો અને પછી ધીમો ગેસ ચાલુ કરો.
- ગેસ ચાલુ કરો એટલે મમરાને સતત હલાવતા રહો જેથી કરીને દાઝી ના જાય. દાઝેલા મમરાનો ટેસ્ટ અલગ આવે છે જેના કારણે એ ભાવતા નથી.
- આ બધી પ્રોસેસ થઇ જાય પછી એક ટેબલ સ્પૂન ચાટ મસાલો અને એક ટેબલ સ્પૂન આમચૂર પાઉડર મિક્સ કરો.
- હવે સેવ નાખીને બધા મમરાને બરાબર રીતે મિક્સ કરી લો.
- તો તૈયાર છે ચટપટા ‘લસણીયા મમરા’
- આ લસણીયા મમરા નાસ્તામાં ખાવાની મજા આવે છે. આ મમરા તમે ખાઓ છો તો કોરો નથી પડતા અને ટેસ્ટી પણ લાગે છે.
Recent Comments