લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ભાવનગર એકમની મદદનીશ નિયામકશ્રીની કચેરી, એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત હતી. પરંતુ હવેથી તે કચેરીનું સ્થાનાંતરણ કરીને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ભાવનગર એકમની મદદનીશ નિયામકશ્રીની કચેરી, એસ-૩, બીજો માળ, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર-૩૬૪૦૦૧ ખાતે કાર્યરત થઇ છે. જેથી આ કચેરીનો હવે પછી નવા સરનામા પર સંપર્ક કરવા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી, ભાવનગરના મદદનીશ નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો-ભાવનગર એકમની મદદનીશ નિયામકશ્રીની કચેરીના નવા સરનામે સંપર્ક કરવો

Recent Comments