હાલમાં લાંબા રૂટની એસ.ટી. બસોમાં સીટોનું ૧૦૦% રિઝર્વેશન કરવામાં આવે છે, જેના લીધે અચાનક કોઈ પણ વ્યક્તિને મોટા શહેરમાં દવાખાનાના કામે જવાનું થાય કે બીજા કામકાજ અર્થે જવાનું થાય તો આવા વ્યક્તિઓને જગ્યા ન મળવાના કારણે લાંબા અંતર સુધી ઊભા-ઊભા જવું પડે છે,જે ખૂબ જ પીડાદાયક અને મુશ્કેલ બની જાય છે. ગામડાના વૃદ્ધ લોકો,ગરીબ લોકો, કે અભણ લોકોને ઓનલાઇન રિઝર્વેશન કરવા માટેનું નોલેઝ ન હોય તથા ગામમાં કોઈ પણ વ્યક્તિ ઓનલાઇન રિઝર્વેશન કરતો ન હોય ત્યારે ફરજીયાત પણે એસ.ટી. ડેપોએ રૂબરૂ આવીને ઓનલાઇન રિઝર્વેશન કરાવવું પડે છે, આવી પરિસ્થિતીમાં ગામડાના લોકોને ઓનલાઇન રિઝર્વેશન પણ થતું નથી અને જે બસમાં જવું હોય તેમાં જગ્યા પણ મળતી નથી, તો આ પરિસ્થિતીના નિવારણ માટે લાંબા રૂટની એસ.ટી. બસોમાં માત્ર ૫૦% સીટોનું રિઝર્વેશન કરવામાં આવે અને બાકી રહેતી ૫૦% સીટો એસ.ટી. ડેપો પરથી જ ભરવામાં આવે તેવી આપ સાહેબશ્રીને વિનંતી સહ ભલામણ કરું છું. સહકારની અપેક્ષા સહ
લાંબા રૂટની એસ.ટી. બસોમાં માત્ર ૫૦% સીટોનું રિઝર્વેશન કરવા બાબત માંગ કરતાં : મનીષ ભંડેરી

Recent Comments