અમરેલી

લાંબા વિરામ બાદ રાજુલા, ખાંભા ગીરના ગામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો

સાવરકુંડલાના આંબરડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.આંબરડી ગામની શેરીઓ પાણીમાં તરબતર થઈ ગઈ હતી. આંબરડી આસપાસના મિતિયાળા, લાંબા વિરામ બાદ રાજુલા, ખાંભા ગીરના ગામ્ય વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થતા ચાતક નજરે વરસાદની વાટ નિરખતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો.લાંબા વિરામ બાદ રાજુલા, ખાંભા ગીરના ગામ્ય વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થતા ચાતક નજરે વરસાદની વાટ નિરખતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો. રાજુલાના છતડીયા, ભેરાઈ, વડ, ભચાદર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.

સાવરકુંડલા ગ્રામ્ય બાદ રાજુલા ગ્રામ્યમાં વરસાદનું આગમન થયું હતું. તો ખાંભા ગીરના ગામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. ખાંભાના તાતણીયા, ઉમરિયા, ધાવડિયામાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. ભારે વરસાદથી તાતણીયા ગામની શેરીઓમાં વરસાદી પાણી વેહતા થયા હતા. ખાંભા તેમજ નાનુડી સહિત ગામમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદ વરસવાથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ હતી.

Related Posts