અમરેલી

લાંબા સમય થી લબડતા લાભાર્થી દામનગર પ્રધાન મંત્રી આવાસ યોજના માં ધારાસભ્ય પ્રાંત કચેરી ના સંકલન માં ડાયરેક્શન મેળવી સરળી કરવા કરાવે

દામનગર શહેર માં ઘણા લાંબા સમય થી લબડતા લાભાર્થીઓ શહેર માં પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત ફેજ -૩ ના લાભાર્થી પાસે પાલિકા દ્વારા માંગવા માં આવતી પુરતતા કવેરી સરળીકરણ ને બદલે વધુ જટિલ બનાવી પાલિકા તંત્ર એ આ અંગે અવલોકન મેળવવું જોઈ એ લાભાર્થી ઓ માટે ભારે હાલાકી ઉભી કરાય રહી છે  આમાં કોનું હિત સમાયેલું છે ? પાત્રતા ધરાવતા લાભાર્થી પાસે માપણી સીટ પ્રોપટી કાર્ડ માંગવા માં દિન -૩ ની મુદત નાખી પત્ર પાઠવી દેવાય છે જ્યારે સીટી સર્વે સપ્તાહ માં એક વખત સેવારત છે સીટી સર્વે ની સનદ ફરજિયાત હોય તો તેમાં જે આકૃતિ દર્શાવાય હોય છે તેમ છતાં માપણી સીટ કેમ ? આ આકૃતિ માં દરેક દિશા ની લંબાઈ પહોળાઈ માપ હોય છે છતાં માપણી સીટ કેમ ? ઘણા કિસ્સા માં લાભાર્થી પાસે માત્ર રજીસ્ટર દસ્તાવેજ હોય છે દસ્તાવેજ પછી રેવન્યુ સીટી સર્વે આકારણી દસ્તાવેજ પછી વહેવારો  રેકર્ડ માં ન ચડાવાય હોય તેવા લાભાર્થી માટે શું ? ૨૫-૩૦  વર્ષો પહેલા સયુંકત ચાલતી મિલ્કત ના હિસ્સેદારે તેનો હિસ્સો રજીસ્ટર દસ્તાવેજ થી વેચાણ કર્યો હોય અને સીટી સર્વે રેકર્ડ માં સયુંકત નામે ચાલતી મિકલત નું પ્રોપટી કાર્ડ કે સનદ હોય તેવા લાભાર્થી ઓ એ પ્રોપટી કાર્ડ કે સનદ પોતા ના નામ ની ક્યાંથી રજૂ કરે ? ફેજ ૧-૨ માં ઘણા લાભાર્થી ઓ એ માત્ર  રજીસ્ટર દસ્તાવેજ થી પ્રધાન મંત્રી આવાસ યોજના નો લાભ મેળવ્યો હોય તેમ છતાં ફેજ -૩ માં આ પ્રક્રિયા ને અતિ જટિલ અને બિન જરૂરી પુરાવા અધારો રજૂ કરવા નો આગ્રહ કેમ ?

આમાં કોનું આર્થિક હિત સમાયેલું છે ધારાસભ્ય દ્વારા આ પ્રશ્ને પ્રાંત અધિકારી ના સંકલન માં આવા કિસ્સા માં પાત્રતા ધરાવતા લાભાર્થી ઓ માટે ડાયરેક્શન મેળવી જરૂરિયાત મંદ લાભાર્થી ઓને આવાસ યોજના ના લાભ થી વંચિત ન રહે તે જોવા ની ફરજ છે દામનગર શહેર માં પ્રધાન મંત્રી આવાસ યોજના માં કોઈ વચેટિયા ઓ અજ્ઞાન લાભાર્થી ઓ પાસે આર્થિક લાભ ન લઈ જાય તે માટે ડી પી આર ની જાહેર પ્રસિદ્ધિ  ચોરા ચાવડી ઉપર બોર્ડ મૂકી ને કરવી જોઈ અને જરૂરિયાત મંદ લાભાર્થી વંચિત ન રહે તે જોવા ની ધારાસભ્ય ની ફરજ છે ઘણા કિસ્સા ઓમાં રજીસ્ટર દસ્તાવેજ પછી ના રેવન્યુ રેકર્ડ માં અજ્ઞાનતા વશ વેચાણ નોંધ કે વહેવારો ન કરનાર માત્ર આકારણી રજીસ્ટર બોલતી મિલ્કત હોય તેના માલિકી હક્ક ના રજસ્ટર દસ્તાવેજ ના ગાઉન્ડ ઉપર લાભાર્થી ઓને લાભ અપાયો હોય તો ફેજ ત્રણ ની પ્રક્રિયા બિન જુરરી કેમ ? પ્રધાન મંત્રી આવાસ યોજના ના લાભ માટે અરજદારે કરેલ અરજ ના ત્રણ વર્ષ ના લાંબા સમય બાદ આવેલ ડી પી આર માં લાભાર્થી એ જાયે મકાન બાંધકામ કર્યું હોય તેને સબસીડી આપવા પાત્ર છે કે કેમ ? કેવા કિસ્સા માં આવાસ યોજના મંજુર કે નામંજુર કરાય તે ? અંગે ધારાસભ્ય એ વિગતે પ્રાંત અધિકારી ના સંકલન માં આ પ્રશ્ને સરળી કરણ કરી અતિ જટિલ બનાવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના વસેટિયા ને કાઢી સરકારે ઓન લાઈન સરળીકરણ માટે ખાનગી એજન્સી ના કલ્સટીંગ માં મૂકી લાભાર્થી ઓના હીત બનાવેલ પ્રધાન મંત્રી આવાસ ને તંત્ર દ્વારા જટિલ બનાવી દેવા કોનું હીત સંતોષવા માંગે છે 

Related Posts