લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં એક કોરોનાનો કેસ નોંધાયો
આજે ખૂબ લાંબા સમયગાળા બાદ અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. કેટલાક સમયથી તાવ શરદી ખાંસીના લક્ષણો ધરાવતા લીલીયા તાલુકાના કૂતાણા ગામના ૬૧ વર્ષીય મહિલાએ ગઈકાલે કોરોનાનો ટેસ્ટ કરાવતા આજે એમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ ટુંકસમયમાં જ કોરોનાની વેકસીન લેવાના જ હતા પરંતુ કોઈ કારણોસર રસી લેવાનું બાકી રહી જતા આજે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
નોંધનીય છે કે ૬૧ વર્ષીય મહિલા ગત ૨ નવેમ્બરના સુરતથી આવેલા તેમના પુત્રના સંપર્કમાં આવ્યા હતા. જો કે ઘરના તમામ સભ્યોએ કોરોના પ્રતિરોધક રસી લીધેલી હોવાથી કોઈને પણ શંકાસ્પદ લક્ષણો જણાયા ન હતા.
Recent Comments