લાંબા સમય બાદ લાઠીમાં કોરાના પોઝિટિવ કેસ એક સાથે ચાર નોંધાયા
. સમગ્ર ગુજરાતમાં કોરાના કેસની શાંતિ હતી પરંતુ ચુંટણી ગયા બાદ કોરાનાએ ફરી માથું ઊંચક્યું છે.કેસ ક્યાં વિસ્તારમાં અને કેટલી ઉંમરના છે તેની કોઈ પૃષ્ટિ થયેલ નથી.બ્લોક હેલ્થ સેન્ટરના ડો.મકવાણા સાહેબ તરફથી મળેલ માહિતી મુજબ ચાર કેસની શરૂઆત થઈ ચુકી છે લોકો જો ધ્યાન નહીં આપે તો હજુ પરિસ્થિતિ ખરાબ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. લાઠી એસ.બી.આઈ માં એક મહિલા કમૅચારીને કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ પ્રાપ્ત થયેલ છે અને સોમવારે બેંક બંધ રાખવામાં આવેલ હતી.બેંકમા ફરજ બજાવતા સુરક્ષા કમૅચારીઓ ગ્રાહકોને ફરજિયાત માસ્ક પહેરીને આવવાનું દબાણ કરે છે પરંતુ એક પણ કમૅચારી કે મેનેજર માસ્ક પહેરતાં નથી તેને સલાહ આપતાં નથી.બેંક મેનેજર અને સુરક્ષા કમૅચારીઓ ઘરની ધોરાજી ચલાવતા હોય તેમ પ્રેસ પ્રતિનિધિ સાથે અવળ ચંડાઈ કરી વિડિયો અને ફોટોગ્રાફી કરતાં રોકી પોતાની બેદરકારી છુપાવી રહ્યા છે.વિડીયો કે ફોટોગ્રાફી ન કરવાના કોઈ પરીપત્રો નથી ફક્ત બોડૅ લગાવી ધમકાવી રહ્યા છે. જીલ્લા કલેકટર અને લાઠી વહીવટી તંત્ર દ્વારા રોજ બેંકમાં ચેકીંગ હાથ ધરવાની જરૂર છે.
Recent Comments