fbpx
ગુજરાત

લાંબી બીમારી બાદ ૯૧ વર્ષે લીધા અંતિમ શ્વાસ ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન

સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ આઠવલેજીના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ રાજનીતિ છોડી દીધી હતી જાણીતા પ્રકૃતિવિદ્‌, ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું ૯૧ વર્ષ ની વયે નિધન થયું છે. લાંબી બિમારી બાદ શુક્રવારે તેમને ભાવનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. અખંડ ભારતના નિર્માણ માટે સૌ પ્રથમ પોતાનું રાજ્ય સોંપી દેનારા મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શિવભદ્રસિંહજી ગોહિલના નિધનથી શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના ર્પાથિવ દેહને બપોરે ૧ થી ૫ વાગ્યા સુધી બોરતળાવ પાસેના ભાવવિલાસ પેલેસમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવનાર છે. જ્યારે સાંજે ૫ વાગે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ આઠવલેજીના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ રાજનીતિ છોડીને તેમનું જીવન વન્યજીવોને સોંપી દીધું હતું. તેઓ પર્યાવરણવિદ્દ અને પક્ષીપ્રેમી હતા.

Follow Me:

Related Posts