fbpx
બોલિવૂડ

‘લાઈગર’ ને લઈને સુપર એક્સાઈટેડ વિજય દેવરકોન્ડા

ફિલ્મ ‘લાઈગર’ ના ટ્રેલરને ઓડિયન્સ દ્વારા ખૂબ જ વખાણવામાં આવ્યું છે. ધમાકેદાર એક્શન -ડ્રામા સાથે વિજય દેવરકોન્ડા અને અનન્યા પાંડે ઓડિયન્સને સરપ્રાઈઝ કરવા માટે તૈયાર છે. છેલ્લા ૨ દિવસથી અમદાવાદના મહેમાન બનેલા આ સ્ટાર્સ અમદાવાદને જાેઈને સરપ્રાઈઝ હતા. તેમણે અમદાવાદમાં વિવિધ સ્થળોએ પહોંચીને તેમની ફિલ્મને પ્રમોટ કરી હતી અને ગુજરાતી થાળીનો આસ્વાદ માણ્યો હતો અને ખાસ કરીને, અમદાવાદની સ્વચ્છતાની પ્રશંસા કરી હતી. એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન બંને સ્ટાર્સે નવગુજરાત સાથે વાતચીત કરી હતી.

તેમની સાથેની વાતચીતના કેટલાક અંશ… ફિલ્મના એક્શન સીન્સ અને પોતાના કેરેક્ટર વિશે વિજયે જણાવ્યું હતું કે, મારે મારા ડાયટ પર ખાસ ફોકસ રાખવું પડ્યું હતું અને તેના કારણે જ હું આસાનીથી બધા જ સીન્સ પરફોર્મ કરી શક્યો છું. આ સાથે જ, આ ફિલ્મમાં મારા કેરેક્ટરને સ્ટેમરીંગનો પ્રોબ્લેમ છે જે તમે ટ્રેલરમાં જાેયું હશે. આ બધા જ સીન્સ પરફોર્મ કરવા મારા માટે ચેલેંજિંગ હતા કારણ કે, આ પહેલા મેં આવું કોઈ કેરેક્ટર ભજવ્યું નથી. આ મામલે, અનન્યાએ કહ્યું હતું કે, મારા પિતા હંમેશા કહેતા હતા કે, મારે વિવિધ જાેનરની ફિલ્મો કરવી જાેઈએ અને આ માટે જ મેં ‘લાઈગર’ ને સિલેક્ટ કરી.

મારા પાર્ટના શૂટિંગના પહેલા જ દિવસે વિજયના ફાઈટ સીન્સ શૂટ થઈ રહ્યા હતા. તે સમયે મારે ફક્ત એક્સપ્રેશન જ આપવાના હતા. હું તે સમયે થોડી નર્વસ હતી પણ વિજયે તેમાં પણ મારી ખૂબ જ હેલ્પ કરી હતી. જેથી આખી ફિલ્મમાં સારી રીતે પરફોર્મ કરી શકી છું. ‘લાઈગર’ માં વિજય ફેમસ બોક્સર માઈક ટાયસન સાથે બાથ ભીડાવતો જાેવા મળવાનો છે. તેમની સાથે શૂટિંગના અનુભવ વિશે વિજયે કહ્યું હતું કે, તેઓ મહાન છે. તેમની સાથે જ, માઈકલ જેક્સન અને જેકી ચાનની પણ વાત થાય તેમ નથી. આ ત્રણેય મહાનુભાવોએ તેમના ફિલ્ડમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે.

લિવિંગ લેજન્ડ સમા ટાયસન સર પાસેથી હું ઘણું શીખ્યો છું. તેઓ ભારતીયોને ચાહે છે અને તેમને ભારતીય ભોજન પણ પ્રિય છે. તેમની સાથે એક્શન પરફોર્મ કરવી ચેલેન્જ સમાન હતું પણ તેમના સપોર્ટથી હું સારી રીતે મારા સીન્સ પરફોર્મ કરી શક્યો છું. ફરી એકવાર સાદા સ્લીપરમાં નજર આવેલા વિજયે ફરી એકવાર તેની સાદાઈનો પરિચય આપ્યો હતો. આ અંગે વિજયે કહ્યું હતું કે, હું બીજી ઈન્ડસ્ટ્રીની તો વાત નહિ કરું પરંતુ, સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બધા જ સ્ટાર્સ સાદાઈમાં માને છે.

તમે જાેઈ શકો છો કે, રજની સર પણ હંમેશા તેમના મૂળ પહેરવેશમાં જ નજર આવે છે અને મને આ ગમે છે. હું ફિલ્મોમાં જેવો દેખાઉં છું તેવો નથી, હું સરળ વ્યક્તિ છું. વિજય દેવરકોન્ડા અને અનન્યા પાંડેને મુખ્ય કિરદારમાં ચમકાવતી આ ફિલ્મ ૨૫ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. લગભગ રૂપિયા ૧૨૦ કરોડના ખર્ચે બનેલી આ બિગ બજેટ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, તેલુગુની સાથે કન્નડ ભાષામાં રિલીઝ થઈ રહી છે. આ નવી જાેડીની સાથે રામ્યા ક્રિષ્નન, રોનિત રોય, અલી અને મકરંદ દેશપાંડે પણ મહત્વના કિરદારમાં નજર આવશે.

Follow Me:

Related Posts