fbpx
ગુજરાત

લાઈસન્સની પ્રિન્ટ માન્ય ગણવા પરિપત્ર કર્યો

ડ્રાઇવિંગ લાઇસન્સ સબંધિત અરજી એપ્રુવલ થયા પછી તેની પ્રિન્ટ માન્ય ગણવા પરિપત્ર કર્યો છે. જેથી હવે વાહનના ડ્રાઇવિંગ લાઇસન્સ કાર્ડ નહીં હોવાથી લોકોને હવે લાઇસન્સની પ્રિન્ટ લઇને ફરવું પડશે. માત્ર સ્થાનિક રહેતા લોકો માટે આ સુવિધા છે. ઇન્ટરનેશનલ લાઇસન્સના અરજદારોને વગર લાઇસન્સે વિદેશ જવું પડશે. બીજી તરફ સમગ્ર રાજ્યમાં દોઢ લાખથી વધુ લાઇસન્સ પેન્ડિંગ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓની અરજી એપ્રુવ થયા પછી લાઇસન્સનું સ્માર્ટ કાર્ડ અરજદારના રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે તે સમયગાળામાં અરજદારને લાઇસન્સ અંગે મોબાઇલ નંબર પર મેસેજ મળે છે.

આ મેસેજ બાદ એસએમએસ લિન્ક અથવા સારથી પોર્ટલ પર પ્રિન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ વિકલ્પ પસંદ કરી એ-૪ સાઇઝમાં લાઇસન્સની પ્રિન્ટ કાઢીને રાખશે તો લાઇસન્સની પ્રિન્ટ મોટર વ્હિકલ રુલ્સ ૧૯૯૮ હેઠળ માન્ય રહેશે.સમગ્ર રાજ્યમાં વાહનના ડ્રાઇવિંગ લાઇસન્સના સ્માર્ટ કાર્ડ તૈયાર કરતી સ્માર્ટચીફ કંપનીએ સ્માર્ટ કાર્ડની કામગીરી બંધ કરી દેતા અરજદારો રઝળી પડયા છે. વાહનવ્યવહાર વિભાગે અરજદારોને લાઇસન્સની પ્રિન્ટ લઇને ફરવા મજબૂર કરી દીધા છે.

Follow Me:

Related Posts