લાઉડ સ્પીકરને લઈને ઉત્તર પ્રદેશ પોલીસે ૩૪ ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર હટાવ્યા
ઉત્તર પ્રદેશ પોલીસે અગાઉ પણ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરના અવાજને લઈને એક ડ્રાઈવ ચલાવી હતી, જેમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકરો હટાવવામાં આવ્યા હતા. ત્યારે ૨૭મી નવેમ્બરે મુરાદાબાદમાં અચાનક જ લાઉડ સ્પીકરો હટાવવામાં આવ્યા હતા. તમામ પોલીસ સ્ટેશનના વડાઓ અને પોલીસ અધિકારીઓને ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરનો અવાજ ચેક કરવા સૂચના આપવામાં આવી હતી..
આ ઝુંબેશ અંતર્ગત મુરાદાબાદમાં ૩૧૩૮ ધાર્મિક સ્થળોમાંથી ૪૩૨ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં ધ્વનિ કરતાં વધુ અવાજ જાેવા મળ્યો હતો. નિયત ધોરણના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. તાત્કાલીક તેમના સંચાલકોને સૂચના આપીને ૩૯૮ લાઉડસ્પીકરનું વોલ્યુમ ઘટાડી દેવામાં આવ્યું હતું, ૩૪ ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા.
Recent Comments