લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા અંગેના પ્રતિબંધક હુકમો
આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીના અનુસંધાને સમગ્ર પ્રકિયા દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેના કાર્યકર્તા તથા સમર્થકો દ્વારાચૂંટણી પ્રચાર ઝુબેશ માટે વપરાતા લાઉડ સ્પીકરનો ઉપયોગથી થતું ધ્વનિ નિવારવા અને જનતાની શાંતીમા ખલેલ પડતી અટકાવવા અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર. વી. વાળાએ એક જાહેરનામું બહાર પાડી પ્રતિબંધક હુકમો જારી કર્યા છે,જે મુજબ કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને સવારના ૦૬-૦૦ કલાક થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જ થઇ શકશે.
ચુંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા કોઇપણ પ્રકારના વાહન પર સક્ષમ અધિકારીશ્રીની નિયમાનુસારની પરવાનગી મેળવ્યા સિવાયચૂંટણી પ્રચાર અર્થે કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહી અને પરવાનગી મેળવેલ વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી પાસેથી પરમીટ લેવાની રહેશે. કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકરના ઉપયોગ માટે પરવાનગી/પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે ઉપયોગ કરતા પહેલા તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીને આ અંગેની લેખિતમાં જાણ કરવાની રહેશે. લેખીત પરવાનગી વગર કોઇ પણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો ઉપયોગમાં લેવાયેલ લાઉડસ્પીકર તથા તે મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાઘનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે, કોઇ પણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના ૪૮ કલાક પહેલા કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. આ હુકમો તા.૨૧/૧૨/૨૦૨૧ સુધી લાગુ પડશે,જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
Recent Comments