લાઉડ સ્પીકર વગાડવા માટે સાઉન્ડ સીસ્ટમ લિમિટર લગાવવું જરુરી, જેના વિના નહીં મળે મંજૂરી
અમદાવાદ સહિત રાજ્યમાં ટ્રાફિક સમસ્યા અને પ્રદૂષણની સમસ્યા મુખ્ય મુદ્દા રહ્યો છે. અને તેની સાથે ધ્વનિ પ્રદૂષણ પણ હવે લોકો અને તંત્ર માટે માથાનો દુખાવો બન્યો છે. કારણ કે દિવસેને દિવસે અમદાવાદ શહેર અને રાજ્યમાં લાઉડ સ્પીકર અને સાઉન્ડ સિસ્ટમ વધી રહી છે. રોડ શો જેવા અન્ય કાર્યક્રમો પણ થતા હોય છે. જેના કારણે ધ્વનિ પ્રદૂષણમાં ખૂબ વધારો થઈ રહ્યો છે, જેને કંટ્રોલ કરવો જરૂરી છે. કારણ કે તે ધ્વનિ પ્રદૂષણ થી લોકોને સીધી અસર પડી રહી છે. બસ આ જ બાબતનો ઉપાય પોલીસ વિભાગે શોધી લીધો છે. જ્યાં પોલીસ વિભાગે રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણના વિવાદમાં થયેલ અરજીમાં એક સોગંદનામું રજૂ કર્યું છે. જે સોગંદનામાં પ્રમાણે લાઉડ સ્પીકર વેચનારે લાડ સ્પીકરમાં સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ કરવાનું રહેશે.
તેમ જ લાઉડ સ્પીકર ખરીદનારે તેનો ઉપયોગ કરતા પહેલા લાઇસન્સ લેવાનું પણ રહેશે અને પોલીસ પરવાનગી વગર તેઓ સિસ્ટમનો ઉપયોગ નહીં કરી શકે. એટલે કે માત્ર શરતોને આધીન લાઉડ સ્પીકર વગાડવા માટે પોલીસ વિભાગ મંજૂરી આપશે તો જ લાઉડ સ્પીકર વગાડી શકાશે. જાણો, શું છે સાઉન્ડ લિમિટર.. જે જણાવીએ, પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સોગંદનામામાં ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે લાઉડ સ્પીકરમાં સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ કરવાનું જણાવ્યું છે. સાઉન્ડ સિસ્ટમના વેપારીઓના મુજબ સાઉન્ડ સિસ્ટમ ક્રોસ ઓવર જેવા મશીનો કે જે મિક્સર સાથે લાઉડ સ્પીકર વચ્ચે જાેઈન્ટ કરીને ઉપયોગ કરાતુ એક મહત્વનુ યંત્ર છે. જે એવા મશીનોનો ઉપયોગ કરીને સાઉન્ડને લિમિટમાં વગાડી શકાશે. જેને સાઉન્ડ લિમિટર તરીકે ઓળખવામાં આવે છે.
Recent Comments