ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત યુવા પરિવર્તન યાત્રા સંદર્ભે લાખણીમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જેમાં દિયોદરના એમએલએ શિવા ભુરીયા કલાકરો પર રુપિયા વરસાવી રહ્યા હતા. જાેકે, બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા ફરી રહી છે. ચૂંટણીના સમયે અનેક રાજકીય પક્ષો અનેક સભા રેલી મારફતે મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં હલચલ શરૂ થઇ ચૂકી છે. જેમાં અનેક પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા રેલીઓ, સભાઓ અને ડાયરાઓ કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. જે બનાસકાંઠા જિલ્લાના વડગામના છાપીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગૌરવ યાત્રાનો પારંભ કરવામાં આવ્યો હતો.
જે બાદ ગૌરવ યાત્રા પાલનપુર, ડીસા અને ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નીકાળવામાં આવી હતી. તો બીજી તરફ ગઈકાલે આમ આદમી પાર્ટીની ડીસામાં એક મોટી સભા કરવામાં આવી હતી. જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બનાસકાંઠાના લાખણીમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત યુવા પરિવર્તન યાત્રામાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. જેમાં લોકડાયરામાં દિયોદરના એમએલએ શિવા ભુરીયાએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
Recent Comments