અમરેલી

લાખોના ખર્ચે દોઢેક મહિના પહેલા બનાવેલા રોડમાં પ્રથમ વરસાદે જ ભષ્ટાચારની પોલ ખુલતા પાલિકા દ્વારા થિંગડા મારીને ભષ્ટાચાર છુપાવવાનું પાપ થઇ રહ્યું છે

ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાઓના વિકાસના કામો થઈ રહ્યા છે પણ ખાટલે જ મોટી ખોટ હોય તેમ દોઢેક મહિના પહેલા બનાવેલા મહાજનના ડેલાંથી બાયપાસ સુધીનો લાખોના ખર્ચે બનેલા રોડ ચોમાસાના થોડાક જ વરસાદમાં ઉખડીને તૂટી જતા કોન્ટ્રાકટર દ્વારા આ રોડમાં થયેલા ભષ્ટાચારના પાપ બહાર ન આવે તે માટે થિંગડા મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી સરકાર દ્વારા શહેર વિકાસમાં સહભાગી થવા લાખો કરોડો રૂપિયા દરેક પાલિકાઓને ફાળવતી હોય છે પણ પાલિકામાં સતા સ્થાને બેસેલા પદાધિકારોઓના પાપે શહેરમાં વિકાસ કરતા ભષ્ટાચાર વધુ થતો હોવાનો ખુલ્લો આક્ષેપ પાલિકાના નેતા વિપક્ષ   જમાલભાઈ સરવૈયા દ્વારા કરવામાં આવ્યો હતોદોઢેક મહિનામાં બનવેલો રોડ તૂટી જતા આ રોડની અવધી ફક્ત દોઢ જ મહિના ની હતી કે પછી પ્રજાના મતોથી જીતીને શાશક બન્યા પછી ભગવાનનો ડર પણ પાલિકાના શાસકોને ન હોવાની પ્રતિતિ જોવા મળતી હોય ત્યારે પાલિકાના સત્તાધીશ બાબુઓ અને પાલિકાના અધિકારીઓ ભષ્ટાચાર બાબતે મોઢું સીવી લીધું હતું તો પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય પર ક્યારે લગામ લાગે તે તો સમય જ કહેશે…

Related Posts