લાઠીદડ ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાપાડોશીઓ જાગી જતા બે તસ્કરો ઝડપાયા, બે તસ્કરો નાસી છુટ્યા

બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે ચોરીની ઘટના સામે આવી છે, લાઠીદડ ગામમાં ચાર ચોરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બંધ મકાનમાં ચોરોની ટોળકી ત્રાટકી હતી અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગત ૧લી ડિસેમ્બરે લાઠીદડ ગામે રાજેશભાઈ કોડીયાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. પાડોશીઓ જાગી જતા બે તસ્કરો પકડાયા અને બે તસ્કરો નાસી છુટ્યા હતા. મહત્વનું છે
કે દેવાભાઈ અને સોમાભાઈ નામના બે તસ્કરો ગામના લોકોએ પકડ્યા હતા. પોલીસે પકડાયેલા બંને તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા બંને આરોપીઓ અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોમાભાઈ નામનો આરોપી ૩૦૨ના ગુનામાં પેરોલ જમ્પ કરેલો અને ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. પોલીસે પકડેલા બંને તસ્કરોની વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ફરાર બે આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
Recent Comments