લાઠી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 17 વર્ષ 7માસની તરૂણીને લાઠી તાલુકાના દુધાળા ગામે રહેતા એક શખ્સ 1 વર્ષ પહેલા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયેલ જે બનાવ અંગે જે તે સમયે ભોગ બનનાર તરૂણીના પિતાએ લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ તે બનાવ અંગેનો કેસ અત્રેની પોકસો કોર્ટમાં ચાલી જતા આરોપીને 10 વર્ષની કેદ અને ભોગ બનનાર તરૂણીને રૂા. 4 લાખનું વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો હતો.
આ બનાવમાં લાઠી તાલુકાના દુધાળા ગામે રહેતો સુરેશ ઓઘડભાઈ શીંગાળા નામનો 40 વર્ષીય શખ્સ લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 17 વર્ષ 7 માસની તરૂણીને લલચાવી ફોસલાવી ગત તા.પ/4ના રોજ ભગાડી ગયો હતો.
આ બનાવમાં પોલીસમાં ફરિયાદ નોંધાતા લાઠી પોલીસ સ્ટેશનના પી.આઈ. આઈ.વી. રબારીએ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેનો કેસ અત્રેની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સ્પે. જજ આર.આર. દવેએ બન્ને પક્ષોની દલીલો સાંભળી અને સરકારી વકીલ જે.બી. રાજગોરની દલીલ માન્ય રાખી આરોપી સુરેશ ઓઘડભાઈ શીંગાળાને દલીલ માન્ય રાખી આરોપી સુરેશ ઓઘડભાઈ શીંગાળાને કસુરવાન ઠરાવી આઈ.પી.સી. 363માં પ વર્ષની કેદ ર હજાર દંડ, આઈપીસી 366માં પણ આરોપીને 7 વર્ષની કેદ તથા રૂા. ર હજાર દંડની સજાનો હુકમકરેલ હતો.
જયારે આઈ.પી.સી. 376 (1) તથા પોકસો 4માં આરોપીને 10 વર્ષની સખત કેદ તથા રૂા. 4 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
Recent Comments