લાઠીના દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે જળ ઉત્સવ કાર્યક્રમ યોજાયો છે ત્યારે હેતની હવેલી સ્થિત બોટનિકલ ગાર્ડન – અમૃત વન એ અનોખા આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રવિવારની રજામાં પર્યટકોએ બોટનિકલ ગાર્ડન-અમૃત વનની મુલાકાત કરી વિવિધ વન્સ્પતિઓને નિહાળી હતી. બોટનિકલ ગાર્ડન-અમૃત વનમાં આવેલા વિવિધ ગાર્ડન તેમના વૈવિધ્યસભરપણા સાથે સેલ્ફી પોઇન્ટ માટે પર્યટકોમાં નવો ઉત્સાહ ઉમેર્યો હતો. રંગબેરંગી ફુલ અને વનસ્પતિઓને અને તેની સજાવટ ખરાં અર્થમાં અમૃત સમાન હોય તેવી અનુભૂતિ થયા વિના રહેતી નથી. ગુલાબી ઠંડી સાથે ખુશનુમા વાતાવરણ, વૈવિધ્યસભર વનસ્પતિઓ, વિવિધ પુષ્પોનું સૌંદર્ય, વનસ્પતિઓની ગોઠવણી અને સાજ-સજાવટ માટે બોટનિકલ ગાર્ડન – અમૃત વનની મુલાકાત લેવી રહી!
લાઠીના દુધાળા સ્થિત હેતની હવેલી ખાતેનાબોટનિકલ ગાર્ડન – અમૃત વન એ અનોખા આકર્ષણનું કેન્દ્ર

Recent Comments