લાઠી તાલુકા ના રામપર ગામે સતાણી પરિવાર ની સખાવત સામાજિક સંરચના માં સુધારાવાદી પહેલ લાઠી તાલુકા ના રામપર ગામે સ્વ પુરી બા સતાણી નું દેહાંવસાન થતા સદગત ની પુણ્યસ્મૃતિ માં સદગત ના પુત્રરત્નો દ્વારા પ્રેરણાત્મક પરમાર્થ ઓક્સિજન સાથે અતિ અદ્યતન એમ્બ્યુલન્સ જનહિત માં અર્પણ કરી હતી કોવિડ ૧૯ની મહામારી થી અવસાન પામેલ માતૃશ્રી સ્વ પુરીબેન ની ઉત્તરક્રિયા પ્રસંગે સ્વ પરોપકારી પુરી બા ના સંસ્કારો નું આચરણ કરતા સંતાનો એ અમરેલી જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિ ના ચેરમેન સહિત સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં દર્દી નારાયણો ની સેવા માટે એમ્બ્યુલન્સ અર્પણ સતાણી પરિવાર ની અનોખી સખાવત સમસ્ત સમાજ માટે પ્રેરક લૌકિક રિવાજ બંધ રાખી લોક ઉપીયોગી પહેલ કરતા પરિવાર ની સર્વત્ર સરાહના કરાય રહી છે
લાઠીના રામપરના સ્વ પુરી બા સતાણીના અવસાન પ્રસંગે લૌકિક પ્રથા બંધ રાખી લોક ઉપયોગી પહેલ કરતા સદગત ના પુત્ર રત્નોએ અતિ અદ્યતન એમ્બ્યુલન્સ જનસેવામાં અર્પણ કરી પ્રેરણાત્મક સંદેશ આપ્યો



















Recent Comments