fbpx
અમરેલી

લાઠીમાં મોરારીબાપુની રામકથા દરમ્યાન અનેક વિધ સેવા અભિયાનો સાથે આજથી પ્રારંભ

કલાપીનગર લાઠી માં ઉત્તમોત્તમ વ્યવસ્થા સાથે આજ થી સત્ય પ્રેમ કરુણા ના સદેશ આપતી મોરારીબાપુ ની રામકથા નો પ્રારંભ મુખ્ય યજમાન શંકર  પરિવાર દ્વારા અનેક વિધ સેવા મુહિમ અભિયાનો સાથે મોરારીબાપુ ની રામકથા નો મહામાહિમ આચાર્ય દેવવ્રતજી ના વરદહસ્તે પ્રારંભ  કથા દરમિયાન ૭૬ દીકરીના સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે આ ક્થાના યજમાન શિવમ જલેલર ના મોભી ઘનસ્યમભાઈ શંકર પરિવાર છેલ્લાં છ માસથી કથાની અભિભૂત ને આફરીન કરતી તૈયારીઓ ઘનશ્યામભાઈ શંકર લાઠીના અગ્રણી ઉદ્યોગપતિ અને સુરતની શિવમ ડાયમંડ કંપનીના માલિક છે. તેઓએ ગામ વિકાસ માં નિમિત્ત બનીને ૪૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર જતન જાળવણી સાથે કર્યું છે જળસંશાસન ક્ષેત્રે નમૂના રૂપ જળ મંદિરો ચેક ડેમ તળાવો સરોવરો નિર્માણ કરાવ્યા છે જનસુખાકારી માં રોડ રસ્તા ઓ સહિત અનેક લોકભોગ્ય સર્જન કાર્યમાં પણ ઘનશ્યામભાઈ નું પ્રદાન નોંધપાત્ર છે.

આ અંગેની વિગતો આપતા ધીરુભાઈ ધોળિયા જણાવે છે કે, ઘનશ્યામભાઈ, તુલસીભાઈ અને દુલાભાઈ ત્રણેય ભાઈઓ આ કથા લાઠીના આંગણે યોજાય તે માટેનો ૨૦૧૪માં સંકલ્પ કરેલો અને તેને સાકાર કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. આ કથા દરમિયાન ૭૬ દીકરીઓના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સાથે લાઠીમાં તા.૨૪ને શનિવારથી મોરારીબાપુ ના વ્યાસાસને રામકથા ની પોથીયાત્રા ધનશ્યામભાઈ શંકરનાં નિવાસ્થાનેથી પ્રસ્થાન થશે આ કથાના પ્રવેશદ્વાર નો લુક ની આબેહૂબ હિમાલય અલ્પાકૃતિ થી બનાવવામાં આવ્યો છે ત્યાં ૩૫ ફૂટ જેટલી ઊંચી શિવમૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે વ્યાસપીઠ કેદારનાથ મંદિર ની થીમ થી સુશોભિત કરાયું છે  કથા દરમિયાન હજારો ભાવિકો ભોજન પ્રસાદ પ્રાપ્ત કરી શકે તેવી ઉત્તમોત્તમ વ્યવસ્થા સાથે ૧ લાખ લોકો બેસી શકે વ્યવસ્થા સાથે એટલો મોટો સમિયાણો ઊભો કરવામાં આવ્યો છે હજારો ભાઈઓ અને બહેનો સ્વયંસેવક તરીકે સેવા આપશે.

કથા દરમિયાન પાંચ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. જેમાં તા.૨૫ના અકુપાર નાટય  તા.૨૭ના માયાભાઈ આહીરનો લોક ડાયરો, તા.૨૯ ના રાજભા ગઢવીની પ્રસ્તુતિ તા.૩૦ના ૭૬ દીકરીઓના સમૂહ લગ્ન અને તા.૩૧ના કીર્તિદાન ગઢવી અને સુખદેવ  ધામેલિયાનો લોક ડાયરો યોજાશે કથા દરમ્યાન પર્યાવરણ પ્રકૃતિ રક્ષા જીવદયા હુન્નર કૌશલ્ય મહિલા સશક્તિકરણ શિક્ષણ આરોગ્ય વ્યસન મુક્તિ રક્તદાન સહિત અનેકો મુહિમો દ્વારા કાયમી આ અભિયાનો અવિરત ચાલતા રહે અને અનેક વિધ સ્વરોજગારી નું સર્જન સુખ શાંતિ અને સમૃદ્ધિ મય દરેક જીવાત્મા નું કલ્યાણ થાય તેવો સુંદર અભિગમ કથા દરમ્યાન ચાલતા રહેશે 

Follow Me:

Related Posts