શ્રી મોરારિબાપુના વ્યાસાસને આગામી શનિવારથી કલાપી નગરી લાઠીમાં રામકથા આયોજન થયું છે. રામકથા માટે નિમિત્તમાત્ર યજમાન રહેલા શંકર પરિવાર દ્વારા ધર્મ સંસ્કૃતિ સાથે સામાજિક ઉપક્રમો યોજાયા છે. રામકથા સ્થાન શિવમધામ માટે શિવ મૂર્તિ સાથે હિમાલયનું ભારે આકર્ષણ રહેશે. કથા વિરામ બાદ આ શિવ મૂર્તિ લાઠી નગરીમાં કાયમી દર્શન લાભ હેતુ સ્થળાંતર કરી સ્થાપિત કરશે. અહી ધાર્મિક, સામાજિક અને રાજકીય અગ્રણીઓ સાથે ભાવિકો કથા લાભ લેશે, જે માટે આયોજકો દ્વારા ચીવટ સાથે તૈયારીઓ થઈ રહી છે.
લાઠીમાં રામકથા : શિવમૂર્તિ અને હિમાલયનું આકર્ષણ કેન્દ્ર બન્યા

















Recent Comments