અમરેલી

લાઠીમાં વડાપ્રધાનની જનસભામાં જામી પરંપરાગત રાસ અને લોકડાયરાની રંગત

 – અમરેલીના લાઠી ખાતે વડાપ્રધાનશ્રીની જનસભામાં સૌરાષ્ટ્રભરમાંથી જનમેદની ઉમટી હતી. વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે સભાસ્થળે ભાવનગરના જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના કલાકારો દ્વારા હુડો લોકનૃત્ય, પોરબંદરની ચામુંડા મેર રાસ સંસ્થાના ખેલૈયાઓ દ્વારા મણિયારો રાસ રજૂ કરાયો હતો. આ રાસે રંગત જમાવી હતી. બાદમાં લોક કલાકાર રાજભા ગઢવીએ ચારણી સાહિત્ય અને લોકડાયરો રજૂ કરીને લોકોને ડોલાવ્યા હતા. પૂનમબેન ગોંડલિયાએ લોકગીતોની સરવાણી વહાવીને સૌને સાહિત્ય રસમાં તરબોળ કર્યા હતા.

Follow Me:

Related Posts