લાઠી કમોસમી વરસાદ પડતાં મેઈન બજારમાં કિચડનુ સામ્રાજ્ય. લાઠી પાલીકા તંત્ર દ્વારા દિવાળી સમયમાં મેઈન બજારમાં પેપર બ્લોક હતાં તે ઉખેડી કાઢી નાખવામાં આવ્યા જેનું બે મહીનાથી મેટલીંગ કામગીરી પૂર્ણ થયા છતાં સીસી રોડ બનાવવા પાલીકા તંત્ર દ્વારા ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે કે ખોદકામ કરી વેપારીઓ અને આમ જનતાને પરેશાન કરવાની નીતિ હોય તેવું લાગી રહ્યું છે. લાઠીની મેઈન બજારના આ દ્રશ્યો જોતાં લાગે છે કે શહેરમાં વેપારી મંડળનુ કોઈ અસ્તિત્વ નથી.બીજી બાજુ ચાવંડ દરવાજા પાસે આવેલ મહાજન વાડી સામે પાણીનો બેફામ વેડફાટ જોવા મળી રહ્યો છે.
લાઠી કમોસમી વરસાદ પડતાં મેઈન બજારમાં કિચડનુ સામ્રાજ્ય


















Recent Comments