fbpx
અમરેલી

લાઠી ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ નો શુભારંભ

લાઠી ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ નો શુભારંભ આજ રોજ લાઠી ખાતે તાલુકા કક્ષા નો આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરેલ હતું. જેમાં જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત સદસ્ય લાઠી તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા  મામલતદાર પટેલ નાયબ મામલતદાર વિજયભાઈ ડેર તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર મકવાણા લાઠી સી એ સી ના તબીબ શ્રી ઓ તેમજ જે બી મોકાસણા, જયેશ રાજ્યગુરુ દ્વારા દિપ પ્રાગટ્ય કરી આયુષ્માન ભારત યોજના વિષયક તમામ લાભાર્થીઓ ને આ કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો અને તેના ઉપયોગ નો સમગ્ર પ્રક્રિયા સમજાવી વધુ માં વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવો આગ્રહ કરેલ હતો. તમામ લાભાર્થીઓએ ટુ વે વર્ચ્યુઅલ કોમ્યુનિકેશન દ્વારા પ્રધાનમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી નું ઉદ્બોધન અને વાર્તાલાપ નિહાળ્યો હતો. ત્યારબાદ પદાધિકારીઓ દ્વારા પ્રતીક રૂપે લાભાર્થીઓ ને આયુષ્માન કાર્ડ એનાયત કરેલ હતા.

આયુષ્માન યોજના નો લાભ પ્રાપ્ત કરેલ લાભાર્થીઓ એ  કાર્ડ ની ઉપયોગિતા અને તેના દ્વારા તેઓને થયેલા લાભ વિશે જણાવી આયોજન અંગે પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. કાર્યક્રમ ની પૂર્ણાહુતિ બાદ આયોજન મુજબ થોડા દિવસો માં તમામ આયુષ્માન કાર્ડ ધારકો ને સ્માર્ટ કાર્ડ જેવા પિવિસી ની બનાવટ ના આયુષ્માન કાર્ડ તંત્ર દ્વારા વ્યક્તિગત પહોચાડવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ ના આયોજન અને સંચાલન માટે ડો. મુકેશ સીંગ, ડો. હરિવદન પરમાર, ડો. ઉર્વીશા મુલાણી, ડો. શીતલ રાઠોડ, ડો. રેખા સરતેજા, બાલમુકુંદ જાવિયાં, નયના પરમાર,  નિખિલ બુદ્ધ , યાસ્મીન ખોખર અને તાલુકા ના તમામ આરોગ્ય કર્મચારીઓ એ ખૂબ જહેમત ઉઠાવી હતી. લાઠી તાલુકા ના ૧૧૦૦ થી વધુ લાભાર્થીઓ એ આ કાર્યક્રમ માં હાજરી આપી તેને સફળ બનાવ્યો હતો.

Follow Me:

Related Posts