લાઠી ખાતે બંગાળ હીંસા વિરોધમાં ભાજપના ધરણા
લાઠી માં ધરણા બંગાળમાં મમતા બેનર્જીની લોહિયાળ રાજનીતિ અને લોકશાહીને ખતમ કરવાના પાપે આજે તૃણુમુલ કોંગ્રસના કાર્યકર્તાઓ બેફામ બન્યા છે અને નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યા છે. તેના વિરોધમાં આજે અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા લાઠીમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ તકે સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા ભાજપ અગ્રણી જીતુભાઈ ડેર જલ્પેશભાઈ મોવલીયા ભરતભાઈ સુતરીયા લાઠી તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિય લાઠી શહેર પ્રમુખ અનિલભાઈ નાંઢા ભરતભાઈ પાડા રાજુભાઈ ભુવા જિલ્લા ભાજપ આઇ ટી સહ કન્વીનર ધર્મેશભાઈ સોની હાજર રહ્યા હતા.
Recent Comments