લાઠી મગળપરા વિસ્તારના ખેડૂતોને ખેતીવાડી વીજળીના સમસ્યા અંગે ધારાસભ્ય શ્રી ને જાણ કરતા ધારાસભ્યશ્રીએ લાઠી પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરી દામનગર અને લાઠી પીજીવીસીએલ કચેરીનો સંયુક્ત સંયુક્ત પ્રશ્ન હોય ફીડરના બે ભાગ કરી ગુરૂવાર સુધીમાં આ પ્રશ્ન પૂર્ણ કરવા માટે ખાત્રી આપતા ખેડૂતોને સંતોષ ની લાગણી ઘેરાવ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ ગોયાણી ભરતભાઈ લાડોલા હિંમતભાઈ શંકર તેમજ અન્ય ખેડૂત ઉપસ્થિત રહી પ્રશ્નનો સ્થળ પર નિકાલ કરવા માટે ખાત્રી મળતા શુક્રવાર સુધીમાં આ કાર્ય પૂર્ણ ન થાય તો ધારાસભ્યશ્રીએ નાગરિક કચેરી સામે ખેડૂતોની હાજરીમાં ઉપવાસ ઉપર બેસવાની ચીમકી પણ આપી હતી.
લાઠી ખેડૂતો ના વીજ પ્રશ્ને ધારાસભ્ય ઠુંમરે PGVCL ડિવિઝન નો ઘેરાવ પ્રશ્ન ઉકેલો અન્યથા આંદોલન ની ચેતવણી

Recent Comments