લાઠી જ્યૂડી મેજી સાહેબ ની કોર્ટ માં નકલી એલ ઇ ડી કેસ માં આરોપી નો નિર્દોષ છુટકારો

લાઠી ના મહે.જયુ.મેજી.સાહેબની કોર્ટમાં મામલતદાર શ્રીએ ચાવંડ રોડ ઉપર ખોડીયાર મંદીર પાસેથી એલ.ડી.ઓ.નો જથ્થો પકડી અરૂણ શશીધરભાઈ ઉપર ગેરકાયદેસર જથ્થો રાખવા અંગેનો કેસ કરેલ. અત્રેની કોર્ટમાં આરોપી તર્ફે વિદ્વાન વકિલ શ્રી આર. સી. દવે તેમજ શ્રી પઢારીયાએ આરોપી તરકે વિવિધલક્ષી રજૂઆત કરી આ કેસમાં ચાર્જ થઈ શકે તેવા સંજોગો નથી તેવી કાયદાકિય રજૂઆત અને આધારો સાથે રજૂઆત ક૨તા વિદ્વાન મેજીસ્ટ્રેટશ્રી, દવે સાહેબ આરોપી તરફેની રજૂઆત ધ્યાને લઈ આરોપીને બિનહોમત છોડી મુકવા હુકમ કરેલ છે. આ કામે આરોપી તરફે વકિલશ્રી દવેએ ખુબ જ જહેમત ઉઠાવેલ.
Recent Comments