લાઠી તાલુકાનાં દુધાળા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરવાની રજૂઆત કરતા : મનીષ ભંડેરી

અમરેલી જીલ્લાના લાઠી તાલુકાનાં દુધાળા ગામે આગામી તા.૨૮/૧૦/૨૦૨૪ ને સોમવારના રોજ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક સરોવરનું ઉદ્દઘાટન કરવા માટે આવી રહ્યા છે, અમરેલી જીલ્લો સંપૂર્ણ રીતે ખેતી ઉપર આધારીત જીલ્લો છે અને સાંપ્રત સમયમાં સમગ્ર અમરેલી જીલ્લાના ખેતી તથા ખેડૂતોના અનેક પ્રાણ પ્રશ્નો છે જેમ કે અતિવૃષ્ટિથી થયેલ પાક નુકશાન, પાકવીમો, પોષણક્ષમ ભાવ, મોંઘાદાટ ખાતર-બિયારણ-જંતુનાશક દવાઓ, પિયત માટેનું પાણી, વિજળી, રોજ-ભૂંડનો ત્રાસ, ઈકો ઝોન, વગેરે જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ૫૦ ખેડૂતોનું એક પ્રતિનિધિ મંડળને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરવી ખૂબ જ આવશ્યક બની છે, ત્યારે આપ સાહેબશ્રી અમરેલી જીલ્લાના ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ૫૦ ખેડૂતોના પ્રતિનિધિ મંડળને ملاقات કરવા માટેની જરૂરી પ્રક્રિયા કરીને મંજૂરી આપવા માટે નમ્ર વિનંતી છે, જો ખેડૂતોના પ્રશ્નોને લઈને વડાપ્રધાન શ્રી સબભાઈ મોદી સાથે ૫૦ ખેડૂતોના પ્રતિનિધિ મંડળને મુલાકાત કરવા માટેની મંજૂરી આપવામાં નહીં આવે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત ખેડૂતો કાળા વાવટા ફરકાવીને કરશે જેની ગંભીરતા પૂર્વક નોંધ લેશો.
Recent Comments